Pariksha Pe Charcha 2022: પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને PM મોદીએ આપ્યો સફળતાનો મંત્ર
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરીક્ષાલક્ષી માર્ગદર્શનના કાર્યક્રમ 'પરીક્ષા પે ચર્ચા'ના 5મા એડિશનમાં સંબોધન કરશે.
પીએમ મોદીએ જવાબ આપ્યો, 'દરેક બાળકના મગજમાં આવે છે કે હું આ ભૂલી ગયો છું, પરંતુ જો તમે જોશો કે પરીક્ષા પહેલા આવી વસ્તુઓ આવશે જે તેણે એક અઠવાડિયામાં ક્યારેય જોઈ નથી. તમે અહીં આવો છો પણ તમે વિચારતા જ હશો કે મમ્મી ઘરે ટીવી જોતી હશે અને હું કયા ખૂણામાં બેઠો છું એ તો જોયું જ હશે. તેથી જો તમારું ધ્યાન ત્યાં છે તો તમે અહીં નથી. ભગવાનની સૌથી મોટી ભેટ 'વર્તમાન' છે. એ ક્ષણ આપણે જીવતા નથી તેનું કારણ પણ યાદશક્તિ છે. યાદશક્તિનો સંબંધ માત્ર પરીક્ષા સાથે જ નહીં જીવન સાથે છે. તમે આ ખૂબ જ સરળતાથી કરી શકો છો. તમારું મન સ્થિર રાખો.
નેશનલ એજ્યુકેશન પોલિસી પર વાત કરતા પીએમએ કહ્યું કે, પહેલા રમતગમતને અભ્યાસેતર પ્રવૃત્તિ માનવામાં આવતી હતી, હવે તે શિક્ષણનો એક ભાગ છે. તેનાથી રમતગમતને નવી પ્રતિષ્ઠા મળી છે. NEP (નવી શિક્ષણ નીતિ) અભ્યાસની અધવચ્ચે પણ વિષય બદલવાની તક આપે છે, જે અગાઉ ઉપલબ્ધ નહોતું.
પીએમ મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું, 'મોટિવેશન એટલે કે પ્રેરણા લેવા માટે કોઈ ઇન્જેક્શન નથી હોતું.' પીએમએ કહ્યું કે, તમારી જાતને જાણો. ધ્યાન રાખો કે કઈ વસ્તુઓ નિરાશા આપે છે? તમે શેનાથી પ્રેરિત થાઓ છો? કોઈની સહાનુભૂતિ લેવાનું ટાળો. આ નબળાઈ તરફ દોરી જશે. તમારી આસપાસની વસ્તુઓનું અવલોકન કરો અને શીખવાનો પ્રયાસ કરો. તમે 2 વર્ષના બાળક પાસેથી પણ પ્રેરણા લઈ શકો છો. તમે વિકલાંગો પાસેથી પ્રેરણા લઈ શકો છો. તમારી જાતની કસોટી કરો. આનાથી નિરાશા નહી આવે.
પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓના માતા-પિતાને પરીક્ષા અંગે સલાહ આપતાં કહ્યું કે, બાળક તેના માતા-પિતાની વાતને વધુ મહત્વ આપે છે. સાથે જ બાળકના શિક્ષક પણ બાળકને સતત માર્ગદર્શન આપતા રહે છે. આ સ્થિતિમાં માતા-પિતા અને શિક્ષકે બાળકને ધ્યાનમાં રાખીને વધારે પ્રેશર ના આપવું જોઈએ અને બાળકના મનની વાત શું છે તે જાણવી જોઈએ. બાળકની શક્તિ અને તેની સીમા જાણીને તેને સમજવી જોઈએ.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાની પરીક્ષાને લઈને આશા અંગે પ્રશ્ન કર્યા હતા અને પુછ્યું કે, અમારા માતા-પિતાનું પરીક્ષા દરમિયાન પ્રેશર વધે છે. તેમની આશાઓ પરીક્ષા અંગે વધે છે. તો અમારે શું કરવું જોઈએ?
ઓનલાઈન વાંચતી વખતે ભણતી વખતે ઘણીવાર એવું બને કે, તમને જે ભણાવામાં આવે છે તે સમજમાં ના આવે, કંઈ સંભળાય નહી એવું પણ બને. ત્યારે તમારુ મન ક્યાંક બીજે હોય તેવું બની શકે છે. માધ્યમ ઓનલાઈન કે ઓફલાઈન હોય તે સમસ્યા નથી પણ મન લાગેલું ના હોય તો મગજમાં કંઈ ઉતરતું નથી.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ઉમંગ અને ઉત્સાહ સાથે પરીક્ષા આપશો તો સારું પરિણામ મળશે.
કાર્યક્રમમાં વડોદરાની ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીની કેની પટેલે સવાલ પુછ્યો હતો.
પીએમ મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની શરુઆતમાં સંબોધન કરતાં જણાવ્યું કે, આ કાર્યક્રમ મને ઘણો પ્રિય છે પણ છેલ્લા 2 વર્ષથી કોરોના આવતાં આ રીતે જાહેરમાં આયોજન ના થઈ શક્યું.
પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન શરુઆતનું સંબોધન કરી રહ્યા છે. ધર્મેન્દ્ર પ્રધાને કોરોનાબાદ જાહેરમાં યોજાઈ રહેલા આ કાર્યક્રમ અંગેની માહિતી આપી.
આજના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં દિલ્લી અને NCRના 1000 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. પીએમ મોદીને 20 અલગ-અલગ પ્રકારના સવાલ પુછવામાં આવશે. પીએમ મોદી આ સવાલોના જવાબ આપશે. કોરોના આવ્યા બાદ પીએમ મોદી પહેલીવાર કાર્યક્રમમાં હાજર રહેશે.
પરીક્ષા પે ચર્ચા પહેલાં વિવિધ વિષયો જેવા કે, ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પર બનાવવામાં આવેલા પ્રોજેક્ટ્સનું પ્રધાનમંત્રીએ નિરીક્ષણ કર્યું. બાળકોએ પીએમ મોદીને પોતાના પ્રોજેક્ટ વિશે જાણકારી આપી હતી.
PM મોદી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની શરુઆત થાય પહેલાં શિક્ષણ પર તૈયાર કરાયેલી પ્રદર્શની નિહાળી રહ્યા છે. આ પ્રદર્શનીમાં વિવિધ શાળાઓના બાળકો ભાગ લઈ રહ્યા છે અને પીએમ મોદીને પોતાના પ્રોજેકટ અંગે માહિતી પણ આપી રહ્યા છે.
બ્રેકગ્રાઉન્ડ
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરીક્ષાલક્ષી માર્ગદર્શનના કાર્યક્રમ 'પરીક્ષા પે ચર્ચા'ના 5મા એડિશનમાં સંબોધન કરશે. પીએમ મોદી આ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે સંવાદ કરશે અને પરીક્ષાને લગતા પ્રશ્નોના સવાલ-જવાબ કરશે. નવી દિલ્લીના તાલકટોરા સ્ટેડીયમ ખાતે યોજાઈ રહેલ આ કાર્યક્રમમાં આજે સવારે 11 વાગ્યે શરુ થશે. ઉલ્લેખનિય છે કે, પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહે છે અને પરીક્ષા અંગેના પ્રશ્નો વિશે પ્રધાનમંત્રી મોદી પાસેથી માર્ગદર્શન મેળવે છે. તાલકટોરા સ્ટેડીયમમાં યોજાનારા આ વર્ષનો કાર્યક્રમ ટાઉનહોલ સંવાદના માળખા મુજબ યોજાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -