Parliament Budget Session Live: અદાણી પર વિપક્ષનો હોબાળો, હંગામા પહેલા જ સંસદના બંને ગૃહો સ્થગિત

બજેટ ભાષણ સમાપ્ત થયા બાદ સંસદમાંથી બહાર આવતા શશિ થરૂરે કહ્યું કે બજેટમાં કેટલીક સારી બાબતો છે, હું તેને સંપૂર્ણપણે નકારાત્મક બજેટ નહીં કહીશ, પરંતુ તેના પર ઘણા પ્રશ્નો ઉભા થાય છે.

gujarati.abplive.com Last Updated: 02 Feb 2023 12:17 PM

બ્રેકગ્રાઉન્ડ

Parliament Budget Session 2023 Live: દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે (1 ફેબ્રુઆરી) ના રોજ વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું. આજે સંસદના બંને ગૃહોમાં આ બજેટ પર ચર્ચા સત્રનું આયોજન...More

ગૃહ સ્થગિત કરવા પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની પ્રતિક્રિયા

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે અમે બજાર મૂલ્ય ગુમાવનાર કંપનીઓમાં LIC, જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા રોકાણના મુદ્દા પર ચર્ચા કરવા માટે નિયમ 267 હેઠળ બિઝનેસ નોટિસને સસ્પેન્ડ કરી છે, જેના કારણે કરોડો ભારતીયોની મહેનતની કમાણી જોખમમાં છે.