Monsoon Session: જાસૂસી કાંડને લઈ આજે સંસદમાં હંગામાની શક્યતા, IT મંત્રી રાજ્યસભામાં આપશે જવાબ

રાજ્યસભામાં આજે જાસૂસી કાંડ મુદ્દે આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ નિવેદન આપશે. કોંગ્રેસે આ મુદ્દા પર સરકારને ઘેરવાનો પ્લાન બનાવ્યો છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 22 Jul 2021 09:16 AM

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રમાં આજે બંને ગૃહમાં હંગામો થઈ શકે છે. રાજ્યસભામાં આજે જાસૂસી કાંડ મુદ્દે આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ નિવેદન આપશે. કોંગ્રેસે આ મુદ્દા પર સરકારને ઘેરવાનો પ્લાન...More

પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

પેગાસસ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. એડવોકેટ મનોહર લાલ શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં એસઆઈટી તપાસની માંગ કરવામાં આવી છે. ઉપરાંત ભારતમાં પેગાસસની ખરીદી પર રોક લગાવવાની માંગ કરાઈ છે.