PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. 

gujarati.abplive.com Last Updated: 02 Jul 2024 05:41 PM
PM Modi Lok Sabha Speech Live: કોંગ્રેસની ગેરંટી પર પીએમ મોદીએ નિશાન સાધ્યું

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી દેશમાં અરાજકતા ફેલાવવામાં લાગેલી છે. ઉત્તરમાં જઈને પશ્ચિમની વિરુદ્ધ બોલે છે તો દક્ષિણ ભારતમાં  પૂર્વની વાત કરે છે. કોંગ્રેસ પાર્ટી ખુલ્લેઆમ એક જ્ઞાતિને બીજી જ્ઞાતિ સામે લડાવવા માટે  નેરેટિવ લઈને આવે છે.  કૉંગ્રેસ દેશમાં આર્થિક અરાજકતા ફેલાવવાની દિશામાં વ્યૂહરચના હેઠળ કામ કરી રહી છે. તેમણે ચૂંટણીમાં જે વચનો આપ્યા હતા તે માત્ર આર્થિક અરાજકતા ફેલાવવા માટે કામ કર્યા છે. 

PM Modi Lok Sabha Speech Live:  કોંગ્રેસે પોતાના દમ પર શું હાંસિલ કર્યું? પીએમ મોદીએ લોકસભામાં જણાવ્યું

પીએમ મોદીએ કહ્યું કે જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો હતો ત્યાં કોંગ્રેસની હાલત ખરાબ છે. જ્યાં કોઈનો પલ્લુ પકડી લીધો  છે આવા રાજ્યોમાં કોંગ્રેસના જુનિયર પાર્ટનરનો સ્ટ્રાઈક રેટ 50 ટકા છે. કોંગ્રેસની 99 બેઠકોમાંથી મોટાભાગની બેઠકો તેના સાથી પક્ષોએ જીતાડી છે. જ્યાં કોંગ્રેસ એકલા હાથે લડી હતી ત્યાં તેનો વોટ શેર ઘટી ગયો છે.


 

PM Modi Lok Sabha Speech Live: PM મોદીએ રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું

રાહુલ ગાંધી પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે મને એક ઘટના યાદ આવે છે.   99 નંબર લઈ એક બાળક ગર્વ સાથે ફરતો હતો.  દરેકને બતાવતો હતો કે તેને કેટલા માર્ક્સ આવ્યા. લોકો પણ તેની પ્રશંસા કરતા.  પછી શિક્ષક પૂછતા કે તમે કેમ અભિનંદન આપી રહ્યા છો.  તે  100માંથી 99 નહીં પરંતુ 543માંથી 99 નંબર લઈને આવ્યો છે. 

PM Modi Lok Sabha Speech Live:આધુનિક ભારત તરફ જઈ રહ્યા છીએ પરંતુ જમીન સાથે જોડાયેલા રહીશું - પીએમ મોદી

પીએમ મોદીએ લોકસભામાં કહ્યું કે અમે આધુનિક ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યા છીએ પરંતુ અમે અમારી જમીનના મૂળ સાથે જોડાયેલા રહીશું. આ દેશમાં હવે ત્રણ કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવશે, આવો સંકલ્પ અમે લીધો છે. 

PM Modi Lok Sabha Speech Live:  10 વર્ષમાં જે સ્પિડ પકડી છે તે જાળવવી પડશે - પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત એવી સ્થિતિમાં પહોંચી ગયું છે કે આપણે પોતાની જાત સાથે સ્પર્ધા કરવી પડશે. છેલ્લા 10 વર્ષમાં આપણે જે સ્પિડ પકડી છે તેને હવે આપણે કાયમ રાખવાની છે.

PM Modi Lok Sabha Speech Live: 'આજનું ભારત ઘરમાં ઘૂસીને મારે છે', આતંકવાદ પર બોલ્યા PM મોદી 

આતંકવાદના મુદ્દે પીએમ મોદીએ કહ્યું કે આજનુ નવુ ભારત આતંકવાદીઓને ઘરમાં ઘુસીને મારે  છે. દેશની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. આતંકવાદીઓને તેમનુ સ્થાન બતાવવામાં આવશે.

PM Modi Lok Sabha Speech Live: '2014 પહેલા સાત શબ્દો લોકોના કાનમાં ગુંજતા હતા', જાણો PM મોદીએ શું કહ્યું

કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે 2014 પહેલા દેશના લોકો કહેતા હતા કે,  'આ દેશનું કંઈ નહીં થઈ શકે', આ એ સાત શબ્દો હતા જે દેશની જનતા કહેતી હતી. અમે તેમાં પરિવર્તન કર્યું.

PM Modi લોકસભા સ્પીચ લાઈવ: 'એક સમયે કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી, PM મોદીએ સંસદમાં કહ્યું

નરેન્દ્ર મોદીએ 2014 પછી કેન્દ્ર સરકારના કામોને ગણવ્યા અને કહ્યું કે અમારા આગમન પહેલા કૌભાંડોની કૌભાંડો સાથે સ્પર્ધા થતી હતી. અમે તેને બંધ કરી દીધું. ગેસ કનેક્શન માટે સાંસદો અને ધારાસભ્યોના ચક્કર લગાવવા પડતા હતા અને તેઓ પણ મળતા ન હતા. રાશન મેળવવા માટે પણ લાંચ આપવી પડતી હતી.

PM Modi Lok Sabha Speech Live: સંસદમાં હોબાળા વચ્ચે પીએમ મોદીએ કહ્યું, 'તૃષ્ટિકરણવાળાને પિડા થઈ રહી છે'

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, "જનતાએ અમને વિશ્વના સૌથી મોટા ચૂંટણી પ્રચારમાં ચૂંટ્યા છે અને હું કેટલાક લોકોનું દર્દ સમજી શકું છું. સતત જૂઠ્ઠાણા ફેલાવવા છતાં, તેમને મોટી હારનો સામનો કરવો પડ્યો. અમે તુષ્ટિકરણ નહીં પરંતુ સંતુષ્ટિકરણની નીતિ પર ચાલ્યા."


 

PM Modi Lok Sabha Speech Live: પહેલીવાર બનેલા સાંસદોએ ગૃહની ગરિમા વધારી, બોલ્યા PM મોદી

પીએમ મોદીએ કહ્યું, "ગઈકાલે અને આજે, ઘણા સાંસદોએ રાષ્ટ્રપતિના સંબોધન પર તેમના વિચારો વ્યક્ત કર્યા છે, ખાસ કરીને જેઓ પહેલીવાર સાંસદ તરીકે અમારી વચ્ચે આવ્યા છે. તેઓએ સંસદના તમામ નિયમોનું પાલન કર્યું અને તેમનું વર્તન એક અનુભવી જેવું હતું." પ્રથમ વખત સાંસદ હોવા છતાં, તેમણે ગૃહનું ગૌરવ વધાર્યું છે અને તેમના વિચારોથી ચર્ચાને વધુ મૂલ્યવાન બનાવી છે."

PM Modi Lok Sabha Speech Live: ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સ, સરકાર પ્રતિબદ્ધ છે, પીએમ મોદીએ કહ્યું

પીએમ મોદીએ કહ્યું કે દેશની જનતાએ અમારી સરકારને આશીર્વાદ આપ્યા કારણ કે અમારી સરકારની ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ છે. અમારું એકમાત્ર લક્ષ્ય નેશન ફર્સ્ટ છે.

PM Modi Lok Sabha Speech Live: 'હું કેટલાક લોકોનું દર્દ સમજી શકું છું', PM મોદીનો વિપક્ષ પર પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે તેઓ કેટલાક લોકોનું દર્દ સમજી શકે છે. ગૃહમાં ભારે હોબાળા વચ્ચે પીએમ મોદી બોલી રહ્યા છે. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલા વિપક્ષી નેતા રાહુલ ગાંધી પર ગુસ્સે થયા અને કહ્યું કે તેઓ લોકોને ઉશ્કેરવાનું બંધ કરે.

PM Modi Lok Sabha Speech Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ વચ્ચે વિપક્ષના સાંસદોએ લોકસભામાં હંગામો મચાવ્યો

રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ આપવાનું શરૂ કરતા જ વિપક્ષી સાંસદોએ લોકસભામાં હંગામો શરૂ કર્યો હતો. આ હંગામા વચ્ચે પીએમ મોદી પર ભાષણ આપી રહ્યા છે.

બ્રેકગ્રાઉન્ડ

Parliament Session 2024 Live Updates: મંગળવારે (2 જુલાઈ) સંસદ, લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપી રહ્યા છે.   ભારતીય જનતા પાર્ટી (BJP) ના અનુરાગ ઠાકુરે કર્યું હતું. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે ચર્ચામાં ભાગ લેતા સરકાર પર અનેક આરોપો લગાવ્યા હતા. તેમણે ભાજપ પર દેશમાં હિંસા, નફરત અને ભય ફેલાવવાનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે 'આ લોકો હિન્દુ નથી'. આના પર સત્તાધારી પક્ષના સભ્યોએ જોરદાર વિરોધ કર્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવું એ ખૂબ જ ગંભીર બાબત છે.


રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેતા રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે હિંદુ ક્યારેય હિંસા કરી શકતો નથી, નફરત અને ભય ક્યારેય ફેલાવી શકતો નથી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વડાપ્રધાન નીચલા ગૃહમાં વિપક્ષના તમામ આરોપોનો જવાબ આપશે.


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.