Parliament Special Session 2023: સંસદના વિશેષ સત્રનો એજન્ડા બુધવારે (9 સપ્ટેમ્બર) બહાર આવ્યો હતો. સંસદના વિશેષ સત્રમાં બંધારણ સભાથી અત્યાર સુધીની આઝાદીના 75 વર્ષની ઉપલબ્ધિઓ પર ચર્ચા કરવામાં આવશે. એજન્ડામાં ચાર બિલોનો પણ ઉલ્લેખ છે. આ 4 બિલ છે એડવોકેટ બિલ, પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઑફ પીરિયોડિકલ બિલ 2023, પોસ્ટ ઑફિસ બિલ અને ચીફ ઈલેક્શન કમિશનર એન્ડ અધર ઈલેક્શન કમિશનર બિલ. આ 4 બિલોમાં તે વિવાદાસ્પદ બિલનો પણ સમાવેશ થાય છે જેના હેઠળ મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક માટે નવી સમિતિની રચના કરવામાં આવી છે.


આ બિલ અનુસાર વડાપ્રધાનની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિની જોગવાઈ છે. આ ત્રણ સભ્યો પીએમ, કેન્દ્રીય મંત્રી અને લોકસભામાં વિપક્ષના નેતા હશે. આ અગાઉ, મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક માટેની સમિતિમાં મુખ્ય ન્યાયાધીશ (CJI)નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ નવા બિલમાં CJIનો સમાવેશ ન કરવા બદલ વિપક્ષ હુમલો કરી રહ્યું છે.


સર્વપક્ષીય બેઠક
બુધવારે વહેલી સવારે સરકારે કહ્યું હતું કે 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના પાંચ દિવસીય વિશેષ સત્ર પહેલા 17 સપ્ટેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. વિશેષ સત્ર દરમિયાન બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)માં પ્રશ્નકાળ અને બિન-સત્તાવાર કામકાજ થશે નહીં.


વિપક્ષનો સવાલ
વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ' (ઈન્ડિયા)એ આ સત્ર અંગે કહ્યું છે કે તે 18 સપ્ટેમ્બરથી બોલાવવામાં આવેલા સંસદના પાંચ દિવસીય વિશેષ સત્રમાં દેશને લગતા મુખ્ય મુદ્દાઓ પર સકારાત્મક સહયોગ આપવા માંગે છે, પરંતુ તે જણાવવાની જરૂર છે પરંતુ સરકારને આ બેઠકનો ચોક્કસ એજન્ડા શું છે તે બતાવવાની જરુર છે.


કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધીએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના વિશેષ સત્ર દરમિયાન દેશની આર્થિક સ્થિતિ, જાતિ ગણતરી, ચીન સાથેની સરહદ પર મડાગાંઠ અને અદાણી જૂથ મામલે થયેલા નવા ખુલાસા અંગે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની રચનાની માંગ સહિત નવ મુદ્દાઓ પર યોગ્ય નિયમો હેઠળ ચર્ચા થવી જોઈએ.


કેટલી બેઠકો થશે?
સંસદનું વિશેષ સત્ર સોમવાર (18 સપ્ટેમ્બર)થી શરૂ થઈ રહ્યું છે જે શુક્રવાર (22 સપ્ટેમ્બર) સુધી ચાલશે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ હાલમાં જ કહ્યું હતું કે વિશેષ સત્ર દરમિયાન પાંચ બેઠકો થશે.