નવી દિલ્લીઃ મોહાલીમાં રમાનાર ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાં પાર્થિવ પટેલને સ્થાન આપવામાં આવ્યુઁ છે. ઇજાને કારણે રિદ્ધિમાન સાહાને પડતો મુકવામાં આવ્યો છે. તેની જગ્યાએ પાર્થિવને સ્થાન આપવામાં આવ્યું છે. આમ ઇંડિયાની ટીમાં રવિંદ્ર જાડેજા, ચેતેશ્વર પુજારા અને પાર્થિવ પટેલ એમ ત્રણ ગુજરાતી ખેલાડી રમશે. આ સાથે પાર્થિવ પટેલ 8 વર્ષ બાદ ભારતીય ટીમાં પરત ફરશે. છેલ્લે પાર્થિવ ઓગસ્ટ 2008 માં શ્રીલંકામાં રહમ્યો હતો. જેમા તેણે 13 રન કર્યા હતા.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ પીસીએ સ્ટેડિયમમાં 26 નવેમ્બરથી શરૂ થશે. ભારત 5 ટેસ્ટ મેચની સીરિઝમાં 1-0 થી આગળ છે. સાહા વિશાખાપટ્ટનમમાં જાંઘમાં ઇજા થઇ હતી.