મુંબઈ: અમેરિકી બિલિનેયર એલન મસ્કની કંપની SpaceXની સુપરસોનિક ટ્રેનનું ટ્રાયલ રન ભારતના પુણેમાં શરૂ કરવામાં આવી શકે છે. આ ટ્રેનના મસ્કને Hyperloop નામ આપવામાં આવ્યું છે અને આશા છે કે આ ટ્રેન તમામ ટ્રેનોની સ્પીડનો રેકોર્ડ તોડી શકે છે. અહેવાલો પ્રમાણે, પરિવહન મંત્રી નિતિન ગડકરીની યોજના સફળ રહી તો આવું દેશમાં જલ્દી જોવા મળશે.


તમને જણાવી દઈએ કે, ગડકરી ગત દિવસોમાં અમેરિકન વેસ્ટ કોસ્ટની યાત્રા ઉપર હતા, જેને હાઈટેક ઈનોવેશનનું ગ્લોબલ હબ માનવામાં આવે છે. અહીં ગડકરીની મુલાકાત ટેસ્લાના અધિકારીઓ સાથે થઈ હતી. ઉલ્લેખનીય છે કે ટેસ્લાની સ્થાપના પણ એલન મસ્કે જ કરી છે. મસ્કને વિશ્વભરમાં પોતાના આઈડિયાઝ માટે જાણીતા છે.

ગડકરીએ જણાવ્યું કે, મેં મસ્કને ટ્રાયલ રન પુણેમાં શરૂ કરવા આમંત્રણ આપ્યું છે. ગડકરીએ આગળ કહ્યું કે, તેમને મસ્કને આ પ્રોજેક્ટ પુણેથી મુંબઈની વચ્ચે શરૂ કરવા ઑફર આપી છે. જો કે અહીં આ પ્રોજેક્ટ SpaceX નામ વગર જ શરૂ કરવાની ચર્ચા છે. હાઈપરલૂપે પહેલી વખત વર્ષ 2013માં વિશ્વ સામે રજૂ કરવામાં આવ્યું હતું. આ ટ્રેન વિમાનની ગતિ કરતા પણ વધારે ઝડપી 1,120 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ચાલી શકે છે. આ ટ્રેન નાગપુરથી મુંબઈ માત્ર 35 મિનિટમાં પહોંચાડી શકે છે. આ ટ્રેનને હાઈપરલૂપ ટ્યૂબની અંદર પણ ઓછા દબાણવાળા વિસ્તારમાં ચલાવી શકાય છે.