Pegasus Spying: ફોન ટેપિંગ વિવાદ પર સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ફોન ટેપિંગથી જાસૂસીના આરોપ ખોટા છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું, લીક ડેટાને જાસૂસી સાથે કોઈ લેવા દેવા નથી.


અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ડેટાથી સર્વિલાંસ થયું હોવાનું સાબિત થતું નથી. લીક થયેલા ડેટાને જાસૂસી સાથે કોઈ લેવા દેવા નથી. ફોન ટેપિંગને લઈ સરકારના પ્રોટોકોલ ખૂબ કડક છે અને ડેટાથી સાબિત થતું નથી કે સર્વિલાંસ કરવામાં આવ્યું છે.


સૂત્રોના જણાવ્યા મુજબ ભારતમાં કેબિનેટ મંત્રી નિતિન ગડકરી, સ્મૃતિ ઈરાની, પ્રહ્લાદ પટેલના ફોન અને વોટ્સએપ ટેપ થયા હતા. આ સિવાય દત્તાત્રેય હોસબોલે સહિત આરએસએસના કેટલાક નેતાઓ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો અને સેંકડો પત્રકારોના ફોન ટેપ થયા છે. સીબીઆઈ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને આઈટી અધિકારીઓના પણ ફોન ટેપ થયા હોવાનું સૂત્રોનું કહેવું છે.






ઈઝરાયેલની કંપનીનું જાસૂસી સોફ્ટવેર પીગાસસ ઑક્ટોબર ૨૦૧૯માં સમગ્ર વિશ્વમાં અંદાજે ૧,૪૦૦થી વધુ લોકોના ફોન ટેપ કરવાના મુદ્દે ચર્ચામાં આવી હતી. પીગાસીસ દ્વારા સમગ્ર વિશ્વમાં રાજદ્વારીઓ, રાજકીય અસંતુષ્ટો, પત્રકારો, વરિષ્ઠ સરકારી અધિકારીઓના ફોન ટેપ થયા હોવાનો દાવો કરાયો હતો. ભારતમાં પણ બે ડઝનથી વધુ શિક્ષણશાસ્ત્રીઓ, વકીલો, દલિત એક્ટિવિસ્ટ્સ, પત્રકારોની જાસૂસી માટે પીગાસસનો ઉપયોગ કરાયો હતો. ઑક્ટોબર ૨૦૧૯માં વોટ્સએપે આ જાસૂસી માટે એનએસઓ ગ્રૂપ સામે કેસ પણ કર્યો હતો.


દેશમાં કોરોનાની સ્થિતિ


છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 38 હજાર 164 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 38 હજાર 660 લોકો ડિસ્ચાર્જ થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી સવા ચાર લાખ લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ આંકડા ગઈકાલે દેશમાં 499 લોકોના કોરોનાથી મોત થયા છે. ત્યાર બાદ અત્યાર સુધી કોરોનાથી 4 લાખ 14 હજાર 108 લોકોના મોત થયા છે. જ્યારે દેશમાં અત્યારે એક્ટિવ કેસની સંખ્યા 4 લાખ 21 હજાર 665 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધી ત્રણ કરોડ 8 હજાર 456 લોકો ઠીક થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી ત્રણ કરોડ 11 લાખ 44 હજાર 229 કેસ નોંધાયા છે.