હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 28 થી 30 મે સુધી થોડી રાહત મળવાની સંભાવના છે. આ દરમિયાન ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ધૂળની આંધી અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
દિલ્હીના સફદરગંજમાં મંગળવારે 18 વર્ષ બાદ મે મહિનાનો સૌથી વધારે ગરમ દિવસો નોંધાયો હતો. મંગળવારે દિલ્હીના પાલમમાં તાપમાન 47.6 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્યથી છ ડિગ્રી વધારે નોંધાયું હતું.
રાજસ્થાનના ચુરુમાં તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. છેલ્લા 10 વર્ષમાં સતત બીજી વખત ચુરુમાં તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચ્યું છે. આ પહેલા 19 મે, 2016ના રોજ અહીં તાપમાન 50.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.