કર્ણાટકના હુબલીમાં સમગ્ર દેશમાં લોકડાઉન 3.0ની વચ્ચે સરકારે દારૂની દુકાનો ખોલવાની જાહેરાત કર્યાં બાદ કન્ટેનમેન્ટ ઝોન ક્લબ રોડમાં લોકો દારૂની દુકાનોની બહાર લાંબી લાઈનોમાં ઉભા જોવા મળ્યાં હતાં. પોલીસે લોકોને સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરાવી રહી છે.
દિલ્હી સરકારે સ્ટેન્ડઅલોનની દુકાનો, કોલોનીની દુકાનો અથવા રેસિડેન્ટની નજીકની દુકાનોમાં દારૂના વેચાણની છૂટછાટ આપી છે. ત્યાર બાદ લક્ષ્મીનગરની એક દારૂની દુકાનની બહાર લોકો લાંબી લાઈનમાં જોવા મળ્યા હતાં. છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પણ દારૂની દુકાનની બહાર સવારથી જ લાંબી લાઈનો લાગી ગઈ હતી.
તમને જણાવી દઈએ કે, સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સ પ્રમાણે, તમામ ઝોનમાં શહેર અને ગ્રામીણ વિસ્તારમાં સવારે 10થી સાંજે 7 વાગ્યા સુધી જ દારૂની દુકાન ખોલવાની ચૂટ આપવામાં આવી છે. આમાં સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમનું પાલન કરાવવું દુકાનદારની જવાબદારી રહેશે. ફક્ત કન્ટેનમેન્ટ ઝોનની બહારના જ વિસ્તારમાં દારૂની દુકાનો ખોલી શકાશે.