નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંકટના કારણે લગાવવામાં આવેલા લોકડાઉન બાદ હાલ ધીમે ધીમે ગતિવિધિ શરૂ થઈ રહી છે. લોકડાઉન દરમિયાન અનેક રાજ્યોને રેવન્યૂમાં મોટું નુકસાન થયું હતું. હવે તેને જોતાં ધીમે ધીમે રાજ્ય કેટલાક ઉપાય અપનાવી રહ્યા છે. આ દરમિયાન ઉત્તર પૂર્વ રાજ્ય મિઝોરમે પેટ્રોલ અને ડીઝલ પર વેટ વધારવાનો નિર્ણય લીધો છે


મિઝોરમ સરકારે જાહેર કરી કે, 1 જૂનથી રાજ્યમાં પેટ્રોલ પર 2.5 ટકા અને ડીઝલ પર 5 ટકા વેટ વધારવામાં આવશે. જેના કારણે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે. વેટના વધારા બાદ મિઝોરમમાં પેટ્રોલનો ભાવ 66.54 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 69.87 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી જશે. જ્યારે ડીઝલનો ભાવ 60.49 રૂપિયાથી વધીને 62 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે.

દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, નાગાલેંડ, કર્ણાટક, આસામ અને હરિયાણા સરકારે પર રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ પર વેટ વધાર્યો હતો. જેના કારણે આ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ મોંઘા થયા છે.