Chhattisgarh Budget : છત્તીસગઢ સરકારે સોમવારે રાજ્યનું બજેટ રજૂ કર્યું છે. રાજ્ય સરકારે 1.65 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં સરકારે સામાન્ય લોકોને પણ મોટી રાહત આપી છે. બજેટમાં પેટ્રોલના ભાવ ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી ઓપી ચૌધરીએ કહ્યું કે રાજ્યમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 1 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. વિષ્ણુદેવ સાંઈની સરકારમાં ઓપી ચૌધરીએ રજૂ કરેલા બજેટમાં ઘણી જાહેરાતો કરવામાં આવી છે. બજેટમાં કેપેક્સ માટે રૂ. 26,341 કરોડ ફાળવવામાં આવ્યા છે. જે ગયા વર્ષની સરખામણીમાં 18 ટકા વધુ છે. સરકારે આદિવાસી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે 221 કરોડ રૂપિયાનું ફંડ ફાળવ્યું છે.


છત્તીસગઢમાં પેટ્રોલની કિંમત


હાલમાં છત્તીસગઢના લગભગ તમામ શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરથી વધુના ભાવે વેચાઈ રહ્યું છે. રાયપુરમાં પેટ્રોલની કિંમત 100.45 રૂપિયા પ્રતિ લીટર છે. રાજનાંદગાંવમાં પેટ્રોલની કિંમત 100.85 રૂપિયા પ્રતિ લીટર છે. આ સિવાય બસ્તરમાં પેટ્રોલની કિંમત 102.11 રૂપિયા પ્રતિ લીટર, બાલોદબજારમાં 101.18 રૂપિયા પ્રતિ લીટર, બીજાપુરમાં 101.25 રૂપિયા પ્રતિ લીટર, દંતેવાડામાં 102.09 રૂપિયા પ્રતિ લીટર,ઘમતરીમાં 100.77 રૂપિયા પ્રતિ લીટર, દુર્ગમાં 100.80 રૂપિયા પ્રતિ લીટર છે અને જશપુરમાં 101.93 રુપિયા પ્રતિ લિટર છે. બજેટમાં નવી જાહેરાત બાદ પેટ્રોલનો ભાવ 1 રુપિયા પ્રતિ લીટર ઘટાડો થશે. આનાથી ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાથી નીચે આવી જશે.


બજેટમાં આ જાહેરાતો કરવામાં આવી હતી


આ વખતે છત્તીસગઢમાં હસ્તલિખિત બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ 100 પાનાનું હતું. આ વખતે નાણામંત્રીએ પોતે જ બજેટ લખ્યું હતું. બજેટમાં ચૌધરીએ મુખ્યમંત્રી મોબાઈલ ટાવર યોજનાની જાહેરાત કરી હતી. નવા રાયપુરમાં 100 એકરમાં મેડિસિટી વિકસાવવાની જાહેરાત કરવામાં આવી હતી. હોમ સ્ટે પોલિસી માટે 5 કરોડ રૂપિયાની જોગવાઈ રહેશે. આ સિવાય હવે ટુ વ્હીલર ધરાવતા અને 5 એકર સુધીની જમીન ધરાવતા લોકો પણ પીએમ આવાસ યોજનાનો લાભ મેળવી શકશે.


છત્તીસગઢમાં નાણામંત્રી ઓપી ચૌધરીએ બજેટ રજૂ કર્યું. બજેટમાં સરકારી કર્મચારીઓ માટે મોટી ભેટ છે. કર્મચારીઓનું ડીએ વધારીને 53 ટકા કરવામાં આવશે. ડીએનો લાભ એપ્રિલથી મળશે. હોમ સ્ટે પોલિસી માટે બજેટમાં 5 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.


ગ્રામ ગૌરવ પથ યોજના માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને મહતારી સદનના નિર્માણ માટે 50 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. શાળા-કોલેજોમાં શિક્ષકોની ભરતી કરાશે, શહેરી વિકાસ માટે બજેટમાં 750 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 


Weather Forecast : દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી