પટના: બિહારના મુજફ્ફરપુરમાં પેટ્રોલ લઈને જઈ રહેલ એક ટેંકરનો અકસ્માત થયો હતો. ટેન્કર પલટી જતાં તેમાંથી પેટ્રોલ લીકેજ થવા લાગ્યું હતું અને સ્થાનિક લોકોએ પેટ્રોલની લૂંટ ચલાવી હતી. લોકો ડોલ, વાસણ અને ડ્રમ ભરી ભરીને પેટ્રોલ લઈ જવા લાગ્યા હતા, જોત જોતમાં જ પેટ્રોલ લૂટવાની હોડ જામી ગઈ હતી. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

પોતાના જીવની ચિંતા કર્યા વગર લોકો પેટ્રોલ લૂટી રહ્યાં હતા. આ ઘટના બાદ રસ્તા પર વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થિતિનં સંભાળી હતી અને ટેન્કરને પોતાના કબ્જામાં લીધું હતું. રસ્તા પર ચારે બાજુ પેટ્રોલ ફેલાઈ જતા વાહનોની અવર જવર બંધ કરી દેવામાં આવી હતી.