covid vaccine:અમેરિકી વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા શોધ અનુસાર પહેલી વખત બંને કોરોના વાયરસ વેરિયન્ટ સામે ફાઇઝર અને મોર્ડના કોવિડ વેક્સિન પ્રભાવી છે. આ સ્ટડી લેબ આધારિત સ્ટડીમાં એનઆઇયૂ ગ્રોસમેન સ્કૂલ ઓફ મેડિસિન અને એનાઇયૂ લોંગોન સેન્ટર દ્વારા કરવામા આવી હતી. 


અમેરિકા વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ શોધ અનુસાર ભારતમાં પહેલી વખત ઓળખાયેલ બે કોરોના વેરિયન્ટ સામે ફાઇઝર અને મોર્ડના વેક્સિન અસરદાર હોવાનું સામે આ્યું છે. આ લેબ આધારિત સ્ટડી એેનવાઇયૂ ગ્રોસમેન સ્કૂલ ઓફ મેડિસિન અને એનવાઇયૂ લેગોન સેન્ટર દ્રારા કરવામાં આવી હતી. સ્ટડીનુ તારણ છે કે, ફાઝઝર અને મોર્ડના કંપનીની વેક્સિન કોરોનાની લડત સામે પૂરી રીતે કારગર છે. આ બંને કંપની વેક્સિન લીધા બાદ સંક્રમણથી બચી શકાય છે. 



શોધકર્તાએ જણાવ્યુંકે, ફાઇઝર અને મોર્ડના વેક્સિન કોવિડ સામે લડવામાં કારગર હથિયાર છે. બંને કંપનીની વેક્સિનથી કોરોના વાયરસના સંક્રમણથી બચી શકાય છે. તેમણે જણાવ્યું કે, પહેલી ડોઝ લીધાના 2 સપ્તાહ બાદ શરીરમાં ઇમ્યુન સિસ્ટમ વિકસિત થાય છે. આ સાથે જો સંક્રમિત થાય તો પણ લોકો જલ્દી રિકવર થઇ જાય છે. મહામારીના સમયમાં આ એક રાહત ભર્યું રિસર્ચ છે. 


 


18 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 18 કરોડ 44 લાખ 53 હજાર 149 ડોઝ આપવામાં આવ્યા છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,63,553 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4329 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 4,22,436 લોકો ઠીક પણ થયા છે.  આજે દેશમાં 24 કલાકમાં સૌથી વધુ મોત અને સૌથી વધુ લોકો ઠીક થયા હતા.


આ રાજ્યોમાં છે એક લાખથી વધુ એક્ટિવ કેસ
 10 રાજ્યોમાં એક લાખથી વધારે કેસ છે. જ્યારે 9 રાજ્યોમાં 50 હજારથી એક લાખ અને 17 રાજ્યોમાં 50 હજારથી ઓછા કેસ છે. એક સમયે મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢમાં વધારે એક્ટિવ કેસ નોંધાતા હતા પરંતુ હવે તેમાં ઘટાડો થયો છે. એક્ટિવ કેસની બાબતે કર્ણાટક ટોચ છે. મહારાષ્ટ્ર બીજા, કેરળ ત્રીજા ક્રમે છે