coronavirus:સીઆરપી ટેસ્ટને સી-રિએક્ટિવ પ્રોટીનન ટેસ્ટ પણ કહેવાય છે. આ બ્લડ ટેસ્ટની જેમ જ હોય છે. આ ટેસ્ટ દ્રારા એક્યૂટ ઇન્ફ્લમેશન વિશે માહિતી મેળવી શકાય. આ ટેસ્ટ દ્રારા સીઆરપીનો સ્તર ફેફસાંમાં થયેલી ક્ષતિ અને બીમારીની ગંભીરતાને જાણી શકાય છે.


દેશભરમાં કોરોના વાયરસનો ખતરો હજુ પણ યથાવત છે. કેટલાક શહેરમાં લોકડાઉનની સ્થિતિ છે. કોવિડના કારણે અનેક લોકો તેના પ્રિયજન પરિવજને ગુમાવી ચૂક્યાં છે. કહેવાય છે કે, જો કેટલાક ગંભીર લક્ષણો પણ ધ્યાન ન અપાય તો દર્દીનું મોત થઇ જાય છે. પોઝિટિવ કેસ આવ્યાંના 14 દિવસ સુધી લક્ષણો પર ધ્યાન આપવું જરૂરી છે. 



CRP ટેસ્ટ કેમ જરૂરી છે?
આ સમયમં આરટી ટેસ્ટનો ટેસ્ટ પ્રમુખ માનવામાં આવે છે. તેનાથી બીમારીની ગંભીરતાની જાણ થઇ શકે છે અને સમય રહેતા તેનો ઇલાજ પણ થઇ શકે છે. તો જાણીએ કે, CRP ટેસ્ટ શું છે અને બીમારીની ગંભીરતાની જાણ કરી રીતે થાય છે જાણીએ..


સીઆરપી ટેસ્ટને સી-રિએક્ટિવ પ્રોટીન ટેસ્ટ પણ કહેવાામં આવે છે. તે બ્લડ ટેસ્ટની જેમ હોય છે. આ ટેસ્ટ દ્રારા એક્યૂટ ઇન્ફલમેશન વિશે જાણી શકાય છે. આ ટેસ્ટથી ફેફસાંમાં ઇન્ફેકશનની સ્થિતિને જાણી શકાય છે, તેમજ બીમારીની ગંભીરતાને પણ સમજી શકાય છે. કોરોના સંક્રમણ ની સ્થિતિ જાણવા માટે આ ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટથી ડોક્ટરને સમજવામાં સરળતા રહે છે કે, શરીરમાં સંક્રમણ કેટલી હદ સુધી ફેલાયું છે.


ક્યારે કરાવવો જોઇએ CRP ટેસ્ટ
ડોક્ટરના મત મુજબ કોવિડ-19નો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ 4થી5 દિવસ બાદ CRP ટેસ્ટ કરાવવો જોઇએ. જો કે નાની ઉંમરના લોકો માટે આ ટેસ્ટ કરાવવો એટલો જરૂરી નથી. જો લાંબા સમય સુધી ઉધરસ અને તાવની સમસ્યા હોય તો આ ટેસ્ટ કરાવવો જોઇએ. આ ટેસ્ટમાં સીટિ સ્કેન  કરાવ્યાં વિના જ ફેફસાંના ઇન્ફકેશસની સ્થિતિ જાણી શકાય છે. આ ટેસ્ટ કરાવવતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લો.