નવી દિલ્હીઃ ત્રણ ફેબ્રુઆરીએ ભારતીય દવા નિયમકે ફાઈઝરની એમઆરએનએ રસીને ભારતમાં ઉપયોગની મંજૂરી આપવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ ફાઈઝરે પોતાની અરજી પરત લઈ લીધી હતી. પરંતુ હવે એપ્રિલમાં કોરોનાની બીજી લહેરમાં ભારતમાં કોરોનાની રસીની અછત જોવા મળી રહી છે ત્યારે ભારત સરકારે રસીને લઈને યૂટર્ન લીધો છે.


13 એપ્રિલે સરકારે જાહેરાત કરી કે જે રસીને અમેરિકગા, યૂકે, ઈયૂ, જાપાન અને ડબલ્યૂએચઓ તરફથી મંજૂરી મળી છે તેને ભારતમાં બીજી અને ત્રીજા ટ્રાયલની જરૂરત નહીં રહે. સરકારની જાહેરાતને દોઢ મહિના થવા છતાં પણ ફાઈઝર અથવા મોડર્ના જેવી કોઈપણ વિદેશી રસી બનાવતી કંપની સાથે ભારતે કરાર નથી કર્યા.


જોકે હવે એવું લાગે છે કે ભારતને ફાઈઝર કે મોડર્નાની રસી ઝડપથી નહીં મળે. અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ અનુસાર ભારત પહેલા જ કેટલાક દેશોએ આ કંપનીઓને મોટા મોટા ઓર્ડર આપી દીધા છે. ડિસેમ્બર 2020માં સપ્લાઈ શરૂ કરનારી બન્ને અમેરિકન કંપનીઓ આ દેશોને 2023 સુધી લાખો ડોઝ સપ્લાઈ કરવા બંધાઈ ગઈ છે.


સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આ મામલે સ્પષ્ટતા કરી છે. જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું, “ફાઈઝર હોય કે મોડર્ના, અમે કેન્દ્રના સ્તરે વાતચીત કરી રહ્યા છીએ. બન્ને કંપનીઓની પાસે પહેલાથી જ ઓર્ડર ફુલ છે. તેની પાસે રહેલ સરપ્લ પર આધાર રાખે છે કે તે ભારતને રસી આપશે કે નહીં. તે ભારત સરકાર પાસે પરત આવશે ને એ સુનિશ્ચિત કરશે કે કેવી રીતે તે રાજ્યોને રસી સપ્લાઈ કરી શકે છે.”


ફાઈઝર પાસે રસીના કેટલા ઓર્ડર?


અમેરિકાએ વિતેલા વર્ષે જૂનમાં 10 કરોડ ડોઝના ઓર્ડર આપ્ય હતા. ઉપરાંત વિતેલા વર્ષે ડિસેમ્બર અને આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ 10-10 કરોડ રસીના ઓર્ડર આપ્યા છે.


યૂરોપીયન યૂનિયનના તમામ કોન્ટ્રાક્ટને જોડવામાં આવે તો ફાઈઝર યૂરોપીયન યૂનિયનને 240 કરોડ રસીના ડોઝ આપશે.


ઉપરાંત ચાપાને પણ ફાઈઝર સાથે 1.20 કરોડ ડોઝનો કરાર કર્યો છે. ઓગસ્ટમાં કેનેડાઈ ફાઈઝર સાથે કરાર કર્યો હતો પણ તેને લઈને કોઈ જાણકારી જાહેર કરવામાં આવી છે. જાન્યુઆરી 2021માં ફાઈઝર ચાર કરોડ ડોઝ કોવેક્સ પ્રોગ્રામ આપવા માટે તૈયાર થઈ છે.


મોડર્નાની પાસે કેટલા ઓર્ડર ?


અમેરિકાએ ઓગસ્ટ 2020માં દસ કરોડ રસીના ઓર્ડર આપ્યા હતા અને વધુ 40 કરોડ ડોઝ ખરીદવાનો વિકલ્પ રાખ્યો છે. બાદમાં અમેરિકાએ ડિસેમ્બર 2020 ને ફેબ્રુઆરી 2021માં 10-10 કરોડ રસીના ઓર્ડ આપ્યા.


યૂરોપીય યૂનિયન- વિતેલા વર્ષે નવેમ્બરમાં ઈયૂએ મોડર્નાને આઠ કરોડ રસીના ઓર્ડર આપ્યા. ઈયૂ અને મોડર્નાની વચ્ચે જે કરાર થયો તે અનુસાર ઈયૂ આઠ કરોડ રસીના ડોઝ ખરીદી શકે છે. ઈયૂએ વિતેલા વર્ષે ડિસેમ્બરમાં જ આ આઠ કરોડ રસીનો ઓર્ડર આપ્યો. આ વર્ષે 17 ફેબ્રુઆરીએ ઈયૂએ વધુ દોઢ કરોડ રસીનો ઓર્ડર આપ્યો, સાથે જ આગળ હુજ 1.5 કરોડ રસીના ડોઝ ખરીદવાની વાત થઈ.


ઉપરાંત બ્રિટને 70 લાખ, જાપાને 5 કરોડ, કેનેડાએ 4 કરોડ 40 લાખ, સાઉથ કોરિયાએ 4 કરોડ અને ઓસ્ટ્રેલિયાએ અઢી કરોડ રસીના ઓર્ડર આપ્યા. સાથે જ મોડર્ના 2021ના ચોથા ક્વાર્ટર સુધી કોવેક્સ પ્રોગ્રામ માટે પણ ત્રણ કરોડ ચાલીસ લાખ ડોઝ આપશે.