વૈશ્વિક દવા કંપની ફાઈઝરે ગુરૂવારે કહ્યું કે દેશમાં ફાઈઝર અથવા બાયોએનટેક રસી ઉપલબ્ધ કરવવા માટે તેઓ ભારત સરકાર સાથે કામ કરવાને લઈ પ્રતિબદ્ધ છે. જણાવી દઈએ કે બ્રિટન દુનિયાનો પ્રથમ એવો દેશ છે કે જ્યાં ફાઈઝર  રસીને ઉપયોગ માટે મંજૂરી મળી છે.


બ્રિટનના દવા નિયામક મેડિસિન્સ એન્ડ હેલ્થકેયર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (એમએસઆરએ)એ કંપનીની રસીને અસ્થાયી મંજૂરી આપી દીધી છે. આ રસી બ્રિટનમાં આગામી સપ્તાહથી ઉપલબ્ધ થશે.

ફાઈઝરના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું, 'હાલ અમે ઘણી સરકારો સાથે વાતચીતની પ્રક્રિયામાં છીએ. અમે દેશમાં રસી ઉપલબ્ધ કરાવવા માટે ભારત સરકાર સાથે કામ કરવા માટે પણ પ્રતિબદ્ધ છીએ.'

એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે, 'મહામારીના આ સમયમાં ફાઈઝર આ રસીને માત્ર સરકારી અનુબંધોના માધ્યથી ઉપલબ્ધ કરાવશે.'