ઇન્ટર્નશીપ શોધી રહેલા યુવાનો માટે એક સારા સમાચાર છે. પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના 2024-25ના બીજા તબક્કા માટે અરજી પ્રક્રીયા હવે શરૂ થઈ ગઈ છે. જો તમે પહેલા તબક્કામાં અરજી કરવાનું ચૂકી ગયા હોવ તો હવે તમારી પાસે અરજી કરવાની અને ઇન્ટર્નશિપ મેળવવાની એક શ્રેષ્ઠ તક છે.

રસ ધરાવતા ઉમેદવારો પીએમ ઇન્ટર્નશિપ યોજના હેઠળ અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ pminternship.mca.gov.in ની મુલાકાત લઈ શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 12 માર્ચ 2025 નક્કી કરવામાં આવી છે. આ વખતે પીએમ ઇન્ટર્નશિપ યોજનાના બીજા તબક્કામાં કુલ 1 લાખ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

જરૂરી કુશળતા

21 થી 24 વર્ષની વયના ભારતીય યુવાનો કે જેઓ પૂર્ણ-સમય રોજગાર કે શિક્ષણમાં રોકાયેલા નથી તેઓ અરજી કરવા પાત્ર રહેશે. ઓનલાઈન અથવા ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા અભ્યાસ કરતા યુવાનો પણ આ યોજના માટે પાત્ર બનશે. ઉમેદવારની વાર્ષિક કૌટુંબિક આવક 8 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. જો ઉમેદવારના પરિવારનો કોઈ સભ્ય કાયમી સરકારી નોકરીમાં હોય તો તે અરજી કરવા માટે પાત્ર રહેશે નહીં.

IIT, IIM, IISER, NID, IIIT, NLU જેવી ટોચની સંસ્થાઓમાંથી સ્નાતક થયેલા યુવાનો આ યોજનામાં અરજી કરી શકતા નથી. CA, CMA, CS, MBBS, BDS, MBA, માસ્ટર ડિગ્રી અથવા ઉચ્ચ શિક્ષણ ધરાવતા યુવાનો પણ આ માટે અરજી કરી શકશે નહીં. સરકારી યોજના હેઠળ કૌશલ્ય તાલીમ મેળવતા યુવાનો પણ આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં.

તમને કેટલું સ્ટાઇપેન્ડ મળશે?

આ યોજના હેઠળ પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 5,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ મળશે, જેમાંથી 4,500 રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા અને 500 રૂપિયા CSR ફંડમાંથી આપવામાં આવશે. આ ઉપરાંત 6,000 રૂપિયાની એકંદર રકમ પણ આપવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી       

સ્ટેપ 1: સૌપ્રથમ ઉમેદવારે સત્તાવાર વેબસાઇટ pminternship.mca.gov.in ની મુલાકાત લેવી પડશે.

સ્ટેપ 2: હોમ પેજ પર આપેલ રજિસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો.

સ્ટેપ 3: હવે તમારો મોબાઇલ નંબર દાખલ કરીને રજિસ્ટ્રેશન કરો.

સ્ટેપ 4: ત્યારબાદ અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

સ્ટેપ ૫: અરજી ફોર્મ તપાસો અને તેને સબમિટ કરો.

સ્ટેપ 6: ભવિષ્યમાં ઉપયોગ માટે અરજી ફોર્મનું પ્રિન્ટઆઉટ લો.

EPFO સાથે જોડાયેલા મોટા સમાચાર, UAN-આધારને લિંક કરવાની લિંક કરવાની ડેડલાઇન વધી