Lok Sabha Election 2024 Voting Live: બંગાળમાં સવારે 11 વાગ્યા સુધી સૌથી વધુ 32 ટકા મતદાન, જાણો ક્યાં અને કેટલું મતદાન?

Lok Sabha Election Phase 4 Voting Live: લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કામાં 1717 ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં 8.97 કરોડ પુરૂષ અને 8.73 કરોડ મહિલા મતદારો છે.

gujarati.abplive.com Last Updated: 13 May 2024 12:38 PM

બ્રેકગ્રાઉન્ડ

Lok Sabha Election Phase 4 Voting Live: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024)ના ચોથા તબક્કા (Fourth Phase Voting) માટે મતદાન આજે સોમવારે (13 મે, 2024) થવાનું છે. ચોથા તબક્કા...More

Lok Sabha Election 4th Phase Voting Live: કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું- મુસ્લિમો પણ ભાજપને વોટ આપી રહ્યા છે

બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, સવારે મતદાનની ટકાવારી ઓછી હતી. પરંતુ બપોર સુધીમાં તેમાં વધારો થશે. મુસ્લિમો પણ મોદીજીને વોટ આપી રહ્યા છે. તેઓને યોજનાઓનો લાભ મળી રહ્યો છે. કોંગ્રેસે લોકોને NOTAમાં વોટ કરવા કહ્યું. પરંતુ લોકો સ્માર્ટ બન્યા, તેઓ અમને મત આપશે. જ્યાં મહત્તમ મતદાન થશે ત્યાં અમે પોલિંગ સ્ટાફનું સન્માન કરીશું.