નવી દિલ્હીઃ કોરોના સંક્રમણની બીજી લહેર ધીમી ચોક્કસ પડી છે પરંતુ તેનો તાંડવ હજુ પણ યથાવત છે. દરરોજ દેશભરમાં એક લાખથી વધારે કેસ હજુ પણ આવી રહ્યા છે. કોરોના સંક્રમણને કારણએ દરરોજ હજારો લોકોના મોત થઈ રહ્યા છે. કોરોના સામેની લડાઈમાં આયુર્વેદિક વસ્તુઓનો પણ મોટાપાયે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આયુર્વેદિક ઉકાળાએ તો લોકોની ઇમ્યુનિટી વધારવાનું મોટું કામ કર્યું છે.


જોકે આવી સ્થિતિમાં કેટલાક ભ્રામક મેસેજ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્ય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ એક ઓડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, એલચી, તજ, મરી, લવિંગ, અમજા અને હળદરના ઉકાળો પીવાથી 24 કલાકમાં કોરોના વાયરસ ખત્મ કરી શકાય છે. ભારત સરકારે આ દાવાને પૂરી રીતે ભ્રામક હોવાનું કહ્યું છે.


વાયરલ થઈ રહેલ ઓડિયો મેસેજમાં એક વ્યક્તિ કહી હી છે કે, “કોઈને કોરોના થયો હોય અથવા વાયરલ ઇન્ફેક્શન હોય અથવા તાવ, ઉધરસ, દુખાવો, નાકમાંથી પાણી નીકળતું હોય તો તેના માટે એક ફોર્મ્યુલા જણાવી રહ્યો છું અને તે બધાને જણાવજો. એક મોટી એલચી, તજનો એક નાનો ટુકડો લેવો, ચાર પાંચ મરી તેમાં નાંખવા, સાથે બે ત્રમ લવિંગ લેવા, અડધી ચમચી અજમો લેવો. આ તમામ વસ્તુને દોઢ ગ્લાસ પાણીમાં ઉકાળવો. પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળવું. બાદમં તેમાં એક ચપટી હળદર નાંખી ગરમી ગરમ ચાની જેમ તેને પી જવું. પીવાની 10-15 મિનિટ બાદ તમે જે વસ્તુઓ પાણીમાં ઉમેરી હતી તેને બે ત્રણ લિટર પાણીમાં નાંખો. બે વધ્યું તેને ગાળ્યા બાદ તેમાં એક મોટી ચમચી અજમો નાંખી તેને ફરીથી ઉકાળો અને તેની નાસ લેવી.”




આ વાયરલ ઓડીયો માલમે ભારત સરકાર તરફતી સૂચના અને પ્રસારણ મંત્રાલયને જાણકારી આપી છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયના ટ્વિટર હેન્ડલ PIB Fact Check એ આ વાયરલ મેસેજને નકલી એટલે કે ખોટો ગણાવ્યો છે. @PIBFactCheck એ ટ્વીટ કર્યું છે કે, “ઓડિયામાં કરવામાં આવેલ દાવો ભ્રામક છે. આ ઓડિયોને ક્યાંયપણ શેર ન કરવો.”