નવી દિલ્હી: વિશ્વ પર્યાવરણ દિવસ પર પાંચ જૂને સવારે 11 વાગ્યે ખાસ કાર્યક્રમ હશે. જેમાં પ્રધાનમંત્રી મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સામેલ થશે.
દુનિયાભરમાં 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ વર્લ્ડ એનવાયરનમેન્ટ ડે મનાવવામાં આવે છે. પર્યાવરણને સુરક્ષા પ્રદાન કરવાના ઉદેશ્ય સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ દુનિયાભરમાં મનાવવામાં આવશે. આ દિવસને મનાવવાનો હેતુ પર્યાવરણને સુરક્ષિત રાખવાનો છે.
આ દિવસને મનાવવાની જાહેરાત સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 1972માં કરવામાં આવી હતી. આ દિવસ મનાવવાનો ઉદેશ્ય પર્યાવરણને સુરક્ષિત રાખવાનો છે. પર્યાવરણના દિવસે લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત અને તેને સુરક્ષિત રાખવા માટે પ્રેરિત કરવામાં આવે છે.