સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો છે કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકોને પાસબુકના અંતિમ પૃષ્ઠ પર ગીતા સાર પ્રિન્ટ કરવાના નિર્દેશ આપ્યા છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, પાસબુક પર ગીતા સારમાં “તુમ ક્યા લે કે આયે થે, ક્યા લે કે જાઓગે’ ‘ક્યોં રોતો હો, તુમ્હારા ક્યા થા જો ખો ગયા’ ‘જો લિયા યહીં સે લિયા, જો દિયા યહીં દિયા’ ‘જો આજ તુમ્હારા હૈ, કલ કિસી ઓર કા થા। પરસો કિસી ઔર કા હો જાએગા’ પ્રિન્ટ કરવાના નિર્દેશ છે.
સરકારની સંચાર પ્રસાર એજન્સી પીઆઈબીના ફેક્ટ ચેક વિંગે આ દાવાને ખોટો ગણાવ્યો છે. પીઆઈબીએ ટ્વીટ કરીને કહ્યું, “દાવોઃ એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આરબીઆઈએ તમાં બેંકોને પાસબુકના અંતિમ પૃષ્ટ પર ગીતાનો સાર પ્રિન્ટ કરવાના નિર્દેશ આપ્યા છે. # PIBFactCheck : આ દાવો ખોટો છે. આરબીઆઈઈ બેંકોને આ પ્રકારના કોઈ નિર્દેશ આપ્યા નથી.”
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.