PIB Fact Check: આવતી કાલથી પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે ચૂંટણીને લઈને એનેક નકલી સમાચારો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેમાં એક સમાચાર એ પણ જોવા મળી રહ્યા છે કે, સુપ્રીમ કોર્ટે ઈવીએમ પર પ્રતિબંધ મુકી દીધો છે. જોકે હાલમાં ઈવીએમને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.


તાજેતરમાં, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) દ્વારા વિડિઓ શેરિંગ પ્લેટફોર્મ યુટ્યુબ પર કેટલીક વિશેષ ચેનલોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાય કેટલાક વીડિયોમાં EVMને લઈને સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. જોકે, PIBએ સ્થિતિ સ્પષ્ટ કરી છે.


દાવો શું છે


આ ચેનલો પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, 'દેશભરમાં EVM બંધ થઈ જશે, સુપ્રીમ કોર્ટે ઈવીએમ પર પ્રતિબંધ મુક્યો છે. 'sunosarkar' નામની યુટ્યુબ ચેનલ પર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પ્રતિબંધ સંબંધિત નકલી સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે.






સત્ય શું છે?


પીઆઈબીએ કહ્યું છે કે આ તમામ દાવા ખોટા છે. પીઆઈબીએ તેના સત્તાવાર એક્સ હેન્ડલ દ્વારા માહિતી આપી હતી કે, સુપ્રીમ કોર્ટે #EVM પ્રતિબંધ સંબંધિત આવો કોઈ આદેશ આપ્યો નથી. આવી ચેનલોના શિકાર ન થાઓ પરંતુ તેની જાણ કરો❗


PIBનું કહેવું છે કે એક નકલી વીડિયો ચલાવવામાં આવી રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સુપ્રીમ કોર્ટે બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની સૂચનાઓ આપી છે. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે કોર્ટે આવા કોઈ નિર્દેશ જારી કર્યા નથી. પીઆઈબીએ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે ઈવીએમ પર પ્રતિબંધ લગાવ્યો નથી.


PIB ફેક્ટ ચેક શું છે?


નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.