Lockdown: દેશની રાજધાની દિલ્હીમાં G-20 સમિટ યોજાવા જઈ રહી છે. તેમાં વિશ્વના અનેક મોટા દેશોના વડાઓ ભાગ લેશે. આવી સ્થિતિમાં, તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, 8 થી 10 તારીખ દરમિયાન સમગ્ર દિલ્હીને છાવણીમાં ફેરવવામાં આવશે. હવે સામાન્ય લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે શું આ તારીખો વચ્ચે દિલ્હીમાં તમામ ગતિવિધિઓ બંધ રહેશે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન દિલ્હીના તમામ જિલ્લામાં લોકડાઉન રહેશે.
ગૌરવ પાંધી નામના એક્સ હેન્ડલ પરથી કરવામાં આવેલી પોસ્ટ મુજબ, જી20 સમિટના કારણે દિલ્હીમાં લોકડાઉન રહેશે. રોજિંદુ કમાનારા લોકોનું શું થશે. લોકડાઉનના કારણે એક થી બે જિલ્લામાં જ મર્યાદીત મૂવમેન્ટ થશે. મૂખર્તાની પણ હદ છે.
PIB ફેક્ટ ચેકે શું કહ્યું
પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને કહ્યું, આ ફેક છે. એનએમડીસી વિસ્તારની કેટલીક જગ્યામાં પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.
દિલ્હીમાં કેવા હશે નિયમો
એ સાચું છે કે આ બે દિવસોમાં દિલ્હીની અંદર કેટલાક નિયમો હશે જે સામાન્ય દિવસોથી અલગ હશે. આમાં ટ્રાફિકના ખાસ નિયમો હશે. દિલ્હી પોલીસનું કહેવું છે કે 9 ઓગસ્ટના 5 વાગ્યાથી 10 ઓગસ્ટના 12 વાગ્યા સુધી નવી દિલ્હીના વિસ્તારોમાં કોઈ પણ ઓટો કે પ્રાઈવેટ ટેક્સીને પ્રવેશવાની કે ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સાથે, સામાન્ય લોકોને પણ જો જરૂરી હોય તો નવી દિલ્હી વિસ્તારમાં જવાની અપીલ કરવામાં આવી હતી.
PIB ફેક્ટ ચેક શું છે?
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.