નવી દિલ્લી: પીએમ મોદીના ભાષણને લઈને વિવાદ શરૂ થયો છે. પાકિસ્તાનના બલોચ નેતાઓએ પણ પ્રશંસા કરી તેમના ભાષણ અંગે નિવેદન આપ્યા છે. પણ આ બધાની વચ્ચે ટ્વિટર પર એક નવો વિવાદ શરૂ થયો છે. જેમાં મોટા નેતાઓએ પણ ઝંપલાવ્યું છે. આ વિવાદ છે પીએમના ભાષણ દરમિયાન મોટા નેતાઓને આવેલા કથિત ઝોકાની.  એક પક્ષે દિલ્લીના સીએમ કેજરીવાલને ‘સૂતા’ દેખાડાયા છે, તો બીજા પક્ષે કેંદ્રના મંત્રીઓની આવી તસવીર શેર કરી છે.






ભાષણ દરમિયાન ઘણા મહેમાનો આંખો બંધ કરીને બેઠેલા દેખાય છે. આ દરમિયાન દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એક તસવીર વાઈરલ થઈ. આ તસવીરમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાષણ દરમિયાન કેજરીવાલ સૂઈ ગયા છે. આ તસવીરને અમુક લોકોએ સોશિયલ મીડિયા પર મૂકી દીધી. અને પછી લોકોની કમેન્ટ્સ આવવા લાગી.

આ તસવીર વાઈરલ થયા બાદ આમ આદમી પાર્ટીના નેતા આશુતોષે પણ ટ્વિટ કર્યુ છે. તેમણે કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીની તસવીર શેર કરી છે. જેમાં તેમણે દાવો કર્યો છે કે જેટલી સૂઈ રહ્યા છે.

 




આ સાથે અન્ય નેતાઓની પણ તસવીરો ટ્વિટર પર ટ્રોલ કરી રહી છે.