નવી દિલ્લી: પીએમ મોદીએ આજે ભારતના 70માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશવાસીઓને લાલ કિલ્લા પરથી ત્રીજી વાર સંબોધન કર્યું હતું. જેમાં તેણે તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સંબોધનમાં પીએમએ દેશમાં શૌચાલય બનાવવાની વાતથી લઈને સરકારની વિવિધ યોજનાઓ અને કાર્યોની વાત કરી હતી. ખેડૂત, આધાર કાર્ડ, મોંઘવારી, ફુગાવો વગેરે મુદ્દાઓ અંગે પીએમએ વાત કરી હતી. તેમના સંબોધનની ખાસ વાતો વાંચો નીચે.


-હવેની સરકાર આક્ષેપોથી ઘેરાયેલી નહિ પણ અપેક્ષાઓથી ઘેરાયેલી સરકાર છે.

-હવે સ્વરાજ્યને સુરાજ્યમાં બદલવું તે સવાસો કરોડ દેશવાસીઓનો સંકલ્પ છે.

-શાસન સંવેદનશીલ હોવું જોઈએ શાસન ઉત્તરદાયી હોવું જોઈએ.

-પહેલા મોટા હોસ્પિટલમાં સામાન્ય માણસને સારવાર કરાવવું તે સમસ્યા હતી. પણ હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી, ઓન લાઈન ઓપોઈન્ટમેંટ લઈ શકાય છે. દર્દીઓને તેમને રિપોર્ટ્સ પણ ઓનલાઈન મળી જાય છે.

-આધાર અને સોશિયલ સિક્યોરિટી સ્કીમમાં 70 કરોડ ભારતીયોને જોડવામાં આવ્યા છે.

-આપણે કામ કરવાની ગતિને વધારવી પડશે.