પિપરીઃ પરીક્ષામાં નકલ કરવાની અત્યાર સુધીની અનેક રીત સામે આવી ચુકી છે. પરંતુ કોરોના વાયરસથી બચવા માટે વપરાતાં માસ્કનો પણ નકલ કરવામાં ઉપયોગ થશે તેની કોઈએ કલ્પના નહીં કરી હોય. પરંતુ પરીક્ષામાં નકલ કરવા માટે હવે માસ્કનો પણ ઉપયોગ થવા લાગ્યો છે. માસ્ક દ્વરા પરીક્ષામાં ચોરી કરવાનો મામલો મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડમાં સામે આવ્યો છે.
પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા આપવા આવ્યો હતો શખ્સ
પિંપરી ચિંચવાડાના હિંજેવાડીમાં પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા યોજાઈ હતી. આ દરમિયાન તપાસમાં એક શખ્સના માસ્કમાં ઈલેક્ટ્રોનિક ડિવાઇઝ ફિટ કરેલું મળ્યું હતું. પિંપરી ચિંચવાડના પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા આપવા આવેલા એક શખ્સની તપાસ કરતાં ઈલેક્ટ્રોનિક ડિવાઇસથી સજ્જ માસ્ક જપ્ત કરવામાં આવ્યું છે.
પોલીસ કસ્ટડીમાં મોકલવમાં આવ્યો આરોપી
પોલીસ કમિશ્નર કૃષ્ણ પ્રકાશ મુજબ જે વ્યક્તિએ માસ્ક પહેર્યુ હતું તેમાં સિમ કાર્ડ, માસ્ક અને બેટરી મળી હતી. જોકે તપાસ દરમિયાન માસ્ક જપ્ત કરી લેવામાં આવ્યું . પરંતુ આરોપી ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસે માસ્કમાં ઈલેક્ટ્રોનિક ડિવાઇસ લગાવનારા બે લોકોની ધરપકડ કરી છે. જેમને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
પોલીસ કમિશનર કૃષ્ણ પ્રકાશે જણાવ્યું કે માસ્કમાં લાગેલા સિમ કાર્ડથી તેની ઓળખાણ થઈ ગઈ છે. અમે ઈચ્છીએ છીએ તે આત્મસમર્પણ કરી દે. તેથી તેની સજા ઓછી થઈ શકે. માસ્કની અંદરથી એક સિમ કાર્ડ, બેટરી અને કેમેરો મળ્યો છે. તેને જોઈને એવું લાગે છે કે આ એક્ઝામ દરમિયાન તે તસવીરો બહાર મોકલતો અને ત્યાથી સોલ્વર તેના કાનમાં જવાબ આપતો. માસ્કમાં આવું ડિવાઈઝ ફિટ કરવાની ઘટના પહેલીવાર જોવા મળી છે.