કોરોના વાયરસને લઇને આખી દુનિયાના મોટાભાગના દેશોમાં રિસર્ચ ચાલી રહ્યું છે. CSIR  સ્ટડીમાં ખુલાસો થયો છે કે, એક ખાસ પ્રકારનો છોડ કોરોના વાયરસનું સંક્રમણ રોકવામાં મદદગાર સાબિત થાય છે. સ્ટડીમાં જોવા મળ્યું છે કે, CSIRના રિસર્ચ મુજબ વેલ્વેટ લીફ છોડ  અને તેના મૂળ Sars-CoV-2  વાયરસને પ્રતિકૃતિ બનાવવામાં રોકી શકે છે. આ રિસર્ચ ત્રણ લેબમાં કરવામાં આવ્યું હતું.


જો કે આ સ્ટડી હજુ ક્યાંય પ્રકાશિત નથી થયું. અને તેને BioRxiv  અપલોડ કરવામાં આવ્યું છે. આ છોડનો અર્ક પહેલા પણ ફ્લૂ, ડેગ્યૂમાં આપવાામં આવતો. રિસર્ચમા્ં જોવા મળ્યું કે આ છોડના પાનનો અર્ક એન્ટીવાયરલની જેમ કામ કરે છે. આ છોડ વાયરસના સેલ કલ્ચર પર કામ કરે છે. વેલ્વેટ લીફ છોડનો અર્ક પાણીમાં મિકસ કરવાથી સેલ કલ્ચરમાં વાયરલ કન્ટેન્ટ  57ટકા  અને હાઇડ્રો આલ્કોહોલિક અર્ક 98 ટકા ઓછું કરે છે. શોધકર્તાએ આ છોડના અનેક ગુણોનો બારીકાઇથી અભ્યાસ કર્યો. તેમાં મળતું પેરેઇરેરિન  80 ટકા અસરદાર છે. આ છોડ એન્ટીવાયરલની જેમ જ કામ કરે છે. લેબમાં સ્ટડી દરમિયાન આ તારણ સામે આવ્યું હતું.


આયુર્વેદમાં બહુ પહેલાથી આ છોડના અર્કનો ઉપયોગ, તાવ, ફ્લૂ, ડેન્ગ્યૂમાં કરવામાં આવતો હતો. હોર્મોનલ સમસ્યામાં પણ આ છોડનો અર્ક કારગર છે. જો કે કોવિડની મહામારીમાં તે વ્યક્તિને સંક્રમણથી કેટલું બચાવે છે. તે ક્લિનિકલ ટ્રાયલ બાદ જ કહી શકાય. જો કે નિષ્ણાતનું આ મુદ્દે કહેવુ છે કે, આ બહુ પ્રારંભિક તબક્કો છે. હજું તેના ઇન્ગ્રીડિયન્ટસ અને રસાણિક સંરચનાને સારી રીતે સમજવું જરૂરી છે. ત્યારબાદ તેની દવા બનાવી શકાય એટલે કે તેનો દવા તરીકે ઉપયોગ કરી શકાય.


ઓષધિ નિષ્ણાત ડોક્ટર સીએમ ગુલાટીએ કહ્યું કે. બીમારીના ઇલાજમાં વનસ્પતિનો ઉપયોગ કોઇ નવી વાત નથી. આયુર્વેદમાં આ પહેલાથી ઉપયોગમાં લેવાતુ હતું. તેનું સોથી શ્રેષ્ઠ ઉદાહરણ કુનેન છે. તેનો ઉપયોગ મેલેરિયાના ઇલાજ માટે કરાય છે. જે સિનકોડોના વૃક્ષમાંથી મળે છે. આ છોડ પર થયેલા રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, આ છોડનો અર્ક એન્ટીવાયરસની જેમ કામ કરે છે.


CSIR જીનોમિકસ અને મોલિક્યૂલર મેડિસિન ડિપાર્ટમેન્ટના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર મિતાલી મુખર્જીએ જણાવ્યું કે, સૌથી પહેલા અમે એક ક્નેક્ટીવિટી  મેપનો ઉપયોગ કર્યો. તેનો ઉપયોગ કોઇ પણ દવાની ઉપયોગિતા જાણવા માટે થાય છે. તેમણે જણાવ્યું કે, વેલ્વેટ લીફ એન્ટ વાયરલની જેમ જ કામ કરે છે. લેબમાં આ સાબિત થયું છે.