નવી દિલ્લી: પ્લાજ્મા થેરપીને ચિકિત્સીય પ્રબંધન દિશા નિર્દેશ હટાવી દેવાયો છે. આ સંબંઘે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદે જાણકારી આપી છે. કે, પ્લાજ્મા થેરેપી બીમારીની ગંભીરતા અને મોતની શક્યતાને ઓછી કરવા માટે ઉપયોગમાં લેવાઇ રહ્યો છે. જો કે તે એટલો કારગર ન હોવાનું એક્સ્પર્ટનું અનુમાન છે. 


આ પહેલા શનિવારે સૂત્રોએ કહ્યું હતું કે, કોવિડ-19 સંબંધિત ICMRની રાષ્ટ્રીય કાર્યબળની બેઠકમાં બધા જ સદસ્યો એ મતમાં હતા કે, પ્લાજ્મા થેરેપીને ચિકિત્સા પ્રબંધન દિશા નિર્દેશને હટાવી દેવાઇ કારણ કે તે પ્રભાવી નથી તેમજ અનેક કેસમાં તેનો અયોગ્ય રીતે ઉપયોગ થઇ રહ્યો છે. 


પ્લાજ્મા પદ્ધતિને કોવિડની સારવારમાં અયોગ્ય રીતે ઉપયોગમાં લેવાતા કેટલાક ડોક્ટર અને વૈજ્ઞાનિક સલાહકાર વિજયરાઘવને પત્ર લખીને દેશમાં કોવિડ-19ના ઉપચાર માટે 
 પદ્ધતિમાંથી હટાવવા અનુરોઘ કર્યો હતો. પત્રમાં લખ્યું હતું કે, અતાર્કિક અને ગેર વૈજ્ઞાનિક રીતે પ્લાઝ્મનો કોવિડની સારવારમાં ઉપયોગમાં લેવાતો હોવાથી તેને કોવિડની સારવાર પદ્ધતિમાં દૂર કરવો જોઇએ. 


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,63,553 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4329 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 4,22,436 લોકો ઠીક પણ થયા છે.  આજે દેશમાં 24 કલાકમાં સૌથી વધુ મોત અને સૌથી વધુ લોકો ઠીક થયા હતા.


કુલ કેસ-  બે કરોડ 52 લાખ 28 હજાર 996
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 15 લાખ 96 હજાર 512
કુલ એક્ટિવ કેસ - 33 લાખ 53 હજાર 765
કુલ મોત - 2 લાખ 78 હજાર 719


આ રાજ્યોમાં છે એક લાખથી વધુ એક્ટિવ કેસ
 10 રાજ્યોમાં એક લાખથી વધારે કેસ છે. જ્યારે 9 રાજ્યોમાં 50 હજારથી એક લાખ અને 17 રાજ્યોમાં 50 હજારથી ઓછા કેસ છે. એક સમયે મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢમાં વધારે એક્ટિવ કેસ નોંધાતા હતા પરંતુ હવે તેમાં ઘટાડો થયો છે. એક્ટિવ કેસની બાબતે કર્ણાટક ટોચ છે. મહારાષ્ટ્ર બીજા, કેરળ ત્રીજા ક્રમે છે