Rajiv Gandhi Death Anniversary: આજે દેશના યંગ અને સર્વશ્રેષ્ઠ વડાપ્રધાનમાં સામેલ સ્વ. રાજીવ ગાંધીની ડેથ એનિવર્સરી છે, આજે આખો દેશ તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યો છે. રાજીવ ગાંધીને તેમની યુવા વિચારસરણી તેમને 21મી સદીના ભારતના શ્રેષ્ઠ સર્જક બનાવે છે. 40 વર્ષની ઉંમરે વડાપ્રધાન બનેલા રાજીવ ગાંધીએ આધુનિક ભારતનો પાયો નાંખવાની દિશામાં કામ કર્યું. આજે રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે અને આ અવસર પર જાણો તેમની એવી ઉપલબ્ધિયોં જેને દેશ આજે પણ યાદ કરી રહ્યો છે, તેમને પોતાના પાંચ વર્ષમાં કયા પાંચ મોટા કામ કર્યા અને દેશને બદલી નાખ્યો......
દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી-
ઈન્દિરા ગાંધીની હત્યા બાદ 1984થી 1991 વચ્ચે રાજીવ ગાંધી દેશના સૌથી યુવા વડાપ્રધાન બન્યા હતા. આ પાંચ વર્ષમાં આ યુવા વડાપ્રધાને પોતાના કાર્યોથી દેશના લોકોના દિલોદિમાગમાં જબરદસ્ત છાપ છોડી ઉભી કરી દીધી હતી. તેમને એક જ કાર્યકાળમાં એવા કેટલાય કામો કર્યા, જેના માટે તેમને આજે પણ યાદ કરવામાં આવે છે. યુવા વિચારસરણી રાજીવ ગાંધીને 21મી સદીના ભારતના સર્જક પણ કહેવામાં આવે છે. 40 વર્ષમાં વડાપ્રધાન બનેલા રાજીવ ગાંધીએ આધુનિક ભારતનો પાયો નાંખવાની દિશામાં કામ કર્યું હતુ.
દુરસંચાર ક્રાંતિ -
ભારતમાં ટેલિકોમ ક્રાંતિ લાવનાર રાજીવ ગાંધી જ હતા. આજે જે ડિજીટલ ઈન્ડિયાની ચર્ચા થાય છે તેની કલ્પના રાજીવ ગાંધીએ તેમના સમયમાં કરી હતી. તેમને ડિજિટલ ઈન્ડિયાના આર્કિટેક્ટ અને ઈન્ફૉર્મેશન ટેક્નોલૉજી અને ટેલિકૉમ્યૂનિકેશન ક્રાંતિના જનક પણ કહેવામાં આવે છે. રાજીવ ગાંધીની પહેલ પર ભારતીય ટેલિકોમ નેટવર્કની સ્થાપના માટે ઓગસ્ટ 1984માં સેન્ટર ફૉર ડેવલપમેન્ટ ઓફ ટેલીમેટિક્સ (C-DOT)ની સ્થાપના કરવામાં આવી હતી. આ પહેલથી શહેરથી ગામડાઓ સુધી ટેલિકૉમ્યૂનિકેશન નેટવર્ક શરૂ થયું. અલગ-અલગ જગ્યાએ પીસીઓ ખુલવા લાગ્યા. જેના કારણે ગામડાના લોકો પણ કૉમ્યૂનિકેશનની દ્રષ્ટિએ દેશ અને દુનિયા સાથે જોડાઈ શક્યા. ત્યારબાદ 1986માં રાજીવની પહેલથી એમટીએનએલની સ્થાપના થઈ, જેના કારણે ટેલિકૉમ સેક્ટરમાં વધુ પ્રગતિ થઈ હતી.
મત આપવાની ઉંમર મર્યાદા ઘટાડી -
આ પહેલા દેશમાં મતદાન માટેની વય મર્યાદા 21 વર્ષની હતી, પરંતુ યુવા વડાપ્રધાન રાજીવ ગાંધીની નજરમાં આ વય મર્યાદા ખોટી હતી. તેમને 18 વર્ષની વયના યુવાનોને મતાધિકાર આપીને દેશ પ્રત્યે વધુ જવાબદાર અને સશક્ત બનાવવાની પહેલ કરી. 1989માં બંધારણના 61મા સુધારા દ્વારા મતદાનની ઉંમર 21થી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી હતી. આ રીતે 18 વર્ષના કરોડો યુવાનો તેમના સાંસદો, ધારાસભ્યો અને અન્ય સંસ્થાઓના જનપ્રતિનિધિઓને પણ પસંદ કરી શક્યા છે.
કૉમ્પ્યુટર ક્રાંતિ -
આ પહેલા દેશમાં કૉમ્પ્યુટર સામાન્ય લોકોની પહોંચથી દૂર હતા, પરંતુ રાજીવ ગાંધીએ તેમના વૈજ્ઞાનિક મિત્ર સામ પિત્રોડા સાથે મળીને દેશમાં કૉમ્પ્યુટર ક્રાંતિ લાવવાનું કામ કર્યું. રાજીવ ગાંધી માનતા હતા કે વિજ્ઞાન અને ટેક્નોલૉજીની મદદથી ઉદ્યોગોનો વિકાસ થઈ શકતો નથી. તેમને સામાન્ય લોકો માટે કૉમ્પ્યુટર સુલભ બનાવવા માટે કૉમ્પ્યુટર સાધનો પરની આયાત જકાત માફ કરવાની પહેલ કરી હતી. ભારતીય રેલ્વેમાં ટિકિટો આપવાની કૉમ્પ્યૂટરાઈઝ્ડ સિસ્ટમ પણ આ પહેલોનું ઉત્પાદન હતું. જો કે, રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા તે પહેલાં દેશમાં જાહેર ક્ષેત્રમાં કૉમ્પ્યુટર વિભાગ શરૂ કરવા માટે 1970 માં ઇલેક્ટ્રૉનિક્સ વિભાગની શરૂઆત કરવામાં આવી હતી. IBM 1978 સુધી પ્રથમ કંપની હતી, બાદમાં ખાનગી ક્ષેત્રની અન્ય કંપનીઓએ કૉમ્પ્યુટરનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું હતુ.