PM Internship Scheme: તાજેતરમાં સરકારે 'પ્રધાનમંત્રી ઈન્ટર્નશિપ સ્કીમ'ની જાહેરાત કરી હતી અને તેનાથી સંબંધિત એક પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. ઈન્ટર્નશીપ સ્કીમ પોર્ટલ લોન્ચ થયા પછી 24 કલાકની અંદર રજિસ્ટ્રેશન કરાવનારા ઉમેદવારોની સંખ્યા વધીને 1,55,109 થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર "દેશની ટોચની 500 કંપનીઓ ઇન્ટર્નશિપની તક ઓફર કરી રહી છે. અત્યાર સુધીમાં જુબિલન્ટ ફૂડવર્કસ, મારુતિ સુઝુકી ઇન્ડિયા, આયશર મોટર લિમિટેડ, લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ, મુથૂટ ફાઇનાન્સ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી 193 કંપનીઓ ઇન્ટર્નશિપ ઓફર કરી છે. ખાનગી ક્ષેત્રની ટોચની કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવે છે.


વિપક્ષે સવાલો ઉઠાવ્યા


વિપક્ષ જે મુદ્દા પર ભાર મૂકે છે તે પૈકી એક છે બેરોજગારી અને યુવાનો માટે તકોનો અભાવ. આ યોજનાની જાહેરાત નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં રોજગારની તકોને પ્રોત્સાહન આપવા માટેની સરકારની પહેલના ભાગરૂપે કરી હતી. આ યોજના સાથે સરકારે પ્રતિભા શોધતી કંપનીઓ અને તકો શોધી રહેલા યુવાનો વચ્ચે સેતુ બાંધ્યો છે.


યુવાનોને ક્યાં મળશે તક?


ઈન્ટર્નશીપની તકો 24 ક્ષેત્રોમાં ફેલાયેલી છે, જેમાં સૌથી મોટો હિસ્સો તેલ, ગેસ અને ઉર્જા ક્ષેત્રનો છે, ત્યારબાદ પ્રવાસ અને હોસ્પિટાલિટી, ઓટોમોટિવ, બેન્કિંગ અને નાણાકીય સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે. યુવાનો પાસે ઓપરેશન મેનેજમેન્ટ, પ્રોડક્શન અને મેન્યુફ્રેક્ચરિંગ, વેચાણ અને માર્કેટિંગ સહિત 20થી વધુ ક્ષેત્રોમાં ઇન્ટર્નશિપની તકો છે. ઇન્ટર્નશિપ કરવા ઇચ્છતા લોકો માટે દેશભરમાં તકો હશે. 37 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 737 જિલ્લાઓમાં ઉપલબ્ધ કરાવ્યું હતું.


પીએમ ઇન્ટર્નશિપ માટે કોણે અરજી કરવી જોઈએ અને કોણે નહીં?


12મા પછી વિદ્યાર્થીઓ ઈન્ટર્નશીપ પ્રોગ્રામ માટે અરજી કરી શકે છે. અરજદારોની ઉંમર 21 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. 24 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારોએ અરજી કરવી જોઈએ નહીં. જે યુવાનોની વાર્ષિક કૌટુંબિક આવક  8 લાખ રૂપિયાથી વધુ છે અથવા પરિવારનો કોઈપણ સભ્ય કાયમી સરકારી નોકરી કરે છે અથવા IIT, IIM, IISER, NID, IIIT, NLU જેવી મોટી સંસ્થાઓમાંથી સ્નાતક થયા છે તેઓ અરજી કરી શકતા નથી.                                          


LIC: એલઆઈસીએ વીમા પોલિસીના નિયમો બદલી નાખ્યા, એન્ટ્રી એજ ઘટાડી, પ્રીમિયમ વધાર્યું