PM kisan 12th installment :પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ  તમામ જમીન ધરાવતા ખેડૂત પરિવારોને ટૂંક સમયમાં તેમના બેંક ખાતામાં 12મો હપ્તો મળશે. યોજના હેઠળ, તમામ પાત્ર જમીન ધરાવતા ખેડૂત પરિવારોને ત્રણ સમાન હપ્તામાં પ્રતિ વર્ષ 6,000 રૂપિયાની આવક સહાય ઓફર કરવામાં આવે છે. કિસાન સન્માન નિધિ યોજનાના 12 મા હપ્તાના પૈસા ખેડૂતોના ખાતામા જમા કરવાની સરકારે તારીખ જાહેર કરી છે. 






કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે મોદી સરકાર ખેડૂતોના ખાતામાં 17 ઓક્ટોબરે પીએમ કિસાન યોજના હેઠળ 10 કરોડથી વધુ ખેડૂતોને 16,000 કરોડ રૂપિયા જમા કરશે. 17 ઓક્ટોબરે લાભાર્થી ખેડૂતોના ખાતામાં 2000ની રકમ જમા કરી દેશે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાને પીએમ મોદીએ 2019માં લોન્ચ કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ દેશભરના તમામ જમીનધારક ખેડૂત પરિવારોને ખેતીલાયક જમીનની સાથે આવક સહાય પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ વાર્ષિક 6000 રુપિયાની રકમ 2000 રુપિયા 4 હપ્તામાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જ આપવામાં આવે છે. નાણાકીય વર્ષમાં પીએમ કિસાનનો હપ્તો ત્રણ વખત જમા થાય છે. પ્રથમ એપ્રિલ અને જુલાઈની વચ્ચે, બીજું ઓગસ્ટ અને નવેમ્બરની વચ્ચે અને ત્રીજું 3 ડિસેમ્બરથી માર્ચની વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવે છે.


પીએમ મોદી કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની પીએમ કિસાન ફ્લેગશિપ યોજના હેઠળ ખેડૂતોને 16,000 કરોડ રૂપિયાની 12મી હપ્તાની રકમ જાહેર કરશે. આધુનિક ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મોડ દ્વારા લાભ પાત્ર લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવશે.


અત્યાર સુધીમાં  ખેડૂત પરિવારોને PM કિસાન હેઠળ 11 હપ્તાઓ દ્વારા 2 લાખ કરોડ રૂપિયાથી વધુનો આર્થિક લાભ મળ્યો છે. તેમાંથી 1.6 લાખ કરોડ રૂપિયા કોવિડ-19  મહામારીના સમયગાળા દરમિયાન ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 17મી ઑક્ટોબરે રિલીઝ થનારી 12મી હપ્તાની સાથે, લાભાર્થીઓને ટ્રાન્સફર કરવામાં આવેલી કુલ રકમ રૂ. 2.16 લાખ કરોડથી વધુને પાર થવાની ધારણા છે.