પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, કોરોના વાયરસના આ સંકટમાં આ રીતની ઓનલાઇન ઇવેન્ટ આપણી સૌથી મોટી તાકાત છે. આજે આપણે વાયરસ સામે લડવાનું છે અને બીજી અર્થવ્યવસ્થાનું પણ ધ્યાન રાખવાનું છે. મને વિશ્વાસ છે કે આપણા અર્થતંત્રની ગાડી ફરી દોડી પજશે.
મને દેશની ક્ષમતા, ટેલેન્ટ અને ટેકનોલોજી પર ભરોસો છે. આ કારણે વિશ્વાસ છે કે આપણે ફરીથી અર્થતંત્રને ફૂલ સ્પીડ આપશું. કોરોનાએ આપણી સ્પીડ ભલે ઘટાડી હોય પરંતુ ભારત હવે લોકડાઉનને પાછળ રાખીને અનલોકના તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું, જ્યારે વિશ્વમાં કોરોનાનો કહેર હતો ત્યારે ભારતે મોટા ફેંસલા લીધા, લોકડાઉન લાગુ કર્યુ જેના કારણે હાલ વિશ્વના દેશોની તુલનામાં ભારતની સ્થિતિ સારી છે.
પીએમે કહ્યું, અર્થતંત્રને ફરીથી મજબૂત કરવાની સરકારની પ્રાથમિકતા છે. તેથી અનેક પ્રકારના ફેંસલા લઇ રહી છે.