લખનઉઃ ઉત્તરપ્રદેશમાં 42 લાખ વસ્તીને ફાયદો કરાવાનારી 5555 કરોડની 23 ગ્રાણીણ પાઇપ પેયજલ યોજનાની શરૂઆત થઇ ગઇ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ગ્રામીણ પાઇપ પેયજલ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો.


આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું- હવે વિધ્યાંચલના હજારો ગામોમાં પાઇપથી પાણી પહોંચશે, તો આનાથી પણ આ વિસ્તારના માસૂમ બાળકોનુ સ્વાસ્થ્ય સુધરશે, તેમનો શારીરિક અને માનસિક વિકાસ વધુ સારી રીતે થશે.

યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુખ્ય કાર્યક્રમ સ્થળ સોનભદ્ર જિલ્લાના વિકાસ ખંડ ચતરાની ગ્રામ પંચાયત કરગામમાં સામેલ થયા. પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ કહ્યું કે સરકારની મિર્ઝાપુરમાં 9 અને સોનભદ્રમાં 14 યોજનાની ગિફ્ટ મળશે. જલ શક્તિ મંત્રાલયના અધિકારીઓ અનુસાર આગામી બે વર્ષની અંદર યોજનાને પુરી કરી ગામોમાં પાણીની આપૂર્તિ શરૂ કરી દેવામાં આવશે.