મુંબઈ: થાણેના શહાપુરના જંગલમાં ત્રણ યુવકોની લાશ એક ઝાડ પર શંકાસ્પદ રીતે લટકેલી હાલતમાં મળી આવતા ગામમાં ચકચાર મચી ગઈ હતી. ગ્રામજનોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળ પર પોલીસને ચાર ફાંસીના ફંદા મળ્યા હતા. ત્રણ લાશો લટકી રહી હતી પરંતુ એક માંચડો ખાલી હતો. ચોથો માંચડો ગુલાબી રંગની સાડીનો હતો.
એવામા આર્થિક તંગી કે તંત્ર-મંત્રથી મોક્ષ મેળવવા માટે આત્મહત્યા કરી, તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ખર્ડી પોલીસે આ મામલે બે શખ્સની અટકાયત કરી છે. આ ત્રણેય યુવકો થાણા જિલ્લાના ખર્ડી વિસ્તારમાંથી લાપતા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર ત્રણેય ખર્ડી વિસ્તારના શહાપુર અને ચાંદા ગાંવના રહેવાશી હતા, જેમાંથી બે મામા-ભાણેજ છે અને ગામનો રહેવાશી હતો. આ ત્રણેય 14 નવેમ્બરથી ગુમ હતા. જેની મિસિંગ રિપોર્ટ પણ શાહપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. તેના નામ છે નિતિન ભેરે ( 30 વર્ષ), મહેન્દ્ર દુભેલે (27 વર્ષ) અને મુકેશ ઘાવટ (25 વર્ષ). હાલમાં પોલીસ તેની તપાસ કરી છે. પોલીસ અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે, આ આત્મહત્યાનો મામલો હોઈ શકે છે પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું કારણ જાણી શકાશે.
ઉલ્લેખનીય છે કે, નિતિન ભરે બાબાગિરિ કરતો કરતો જેના કારણે તેની પાસે લોકોની ભીડ લાગતી હતી. મુકેશ અને મહેન્દ્ર પણ આવતા હતા પરંતુ ત્રણેય લાશ એક સાથે મળી આવતા પોલીસ એ મામલે પણ તપાસ કરી રહી છે. જો કે, પરિવારે જણાવ્યું કે, આ આત્મહત્યા નથી પરંતુ હત્યા છે પોલીસ તેની તપાસ કરે.
મુંબઈ પાસે થાણેમાં ઝાડ પર લટકેલી મળી 3 લાશ, ચોથો ફંદો હતો ખાલી, તંત્ર-મંત્રના ભેદભરમમાં શું થયો ખુલાસો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Nov 2020 02:10 PM (IST)
શાહપુરના જંગલમાં ત્રણ યુવકોની લાશ એક ઝાડ પર શંકાસ્પદ રીતે લટકેલી હાલતમાં મળી આવતા ગામમાં ચકચાર મચી ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -