નવી દિલ્હીઃ એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન પાકિસ્તાનથી ભારતમાં પરત ફરતા આખા દેશે તેમનું હાર્દિક અભિનંદન કર્યું હતું. એક તરફ વાઘા બોર્ડર પર તેમના સન્માન અને સ્વાગત માટે હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતા તો બીજી તરફ દેશભરમાં લોકોમાં તેમના ભારત પરત આવવા પર ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વચ્ચે વડાપ્રધાન મોદી સહિત તમામ નેતાઓએ અભિનંદનનું સ્વાગત કર્યું હતું.


અભિનંદનની વાપસી પર વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, વેલકમ વિંગ કમાન્ડર અભિનંદન. તમારા અદમ્ય સાહસ પર રાષ્ટ્રને ગર્વ છે. આપણી સશસ્ત્ર સેનાઓ 130 કરોડ ભારતીયો માટે પ્રેરણા છે. વંદે માતરમ।'


કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે સહિત દેશના તમામ નેતાઓ અને અન્ય હસ્તીઓએ અભિનંદનનું સ્વાગત કર્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, વિંગ કમાન્ડર અભિનંદન, તમારા આત્મવિશ્વાસ, પ્રતાપ અને બહાદુરીને અમને તમામને ગર્વથી ભરવાનું  કામ કર્યું છે.


બીજેપી ચીફ અમિત શાહે લખ્યું કે, પ્રિય વિંગ કમાન્ડર અભિનંદન તમારી દિલેરી અને સાહસે આખા દેશમાં ગર્વથી ભરી દીધો છે. તમારી વાપસીથી ભારત ખુશ છે. આશા છે કે તમે ભવિષ્યમાં દેશ અને એરફોર્સની સેવા પુરી પેશન અને ડેડિકેશન સાથે કરતા રહેશો. ભવિષ્ય માટે શુભકામનાઓ.