વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) યુરોપિયન દેશ પોલેન્ડના પ્રવાસે છે. છેલ્લા 45 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની પોલેન્ડની આ પ્રથમ મુલાકાત છે. પોલેન્ડ અને ભારત વચ્ચે બીજા વિશ્વ યુદ્ધને લઈને ઐતિહાસિક સંબંધ છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જામનગર (ગુજરાત)ના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજી(Jamnagar Maharaja Digvijaysinghji)એ પોલેન્ડના 600થી વધુ લોકોને આશ્રય આપ્યો હતો. પોલેન્ડ આજે પણ ભારતીય મહારાજાના આ યોગદાનને યાદ કરે છે અને ભારતનો આભાર માને છે. પોલેન્ડની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ વારર્સોમાં જામ સાહેબ ઓફ નવાનગર મેમોરિયલ જઇને જામ સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમની તસવીરો શેર કરી છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યું હતું કે "ભારત-પોલેન્ડના સંબંધોને આગળ વધારવામાં ગુજરાતની વિશેષ ભૂમિકા ઇતિહાસમાં નોંધાયેલી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જામનગરના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજીએ 600થી વધુ પોલિશ શરણાર્થી બાળકોને ગુજરાતમાં આશ્રય આપ્યો હતો. પોલેન્ડ જામ સાહેબ દિગ્વિજયસિંહજીને આજે પણ યાદ કરે છે. આજે પણ પોલેન્ડની રાજધાની વારસૉમાં જામ સાહેબના નામ પર ગુડ મહારાજા સ્ક્વેર છે અને બીજા પ્રમુખ સ્મારક છે. પોલેન્ડ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામ સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી.
પોલેન્ડમાં જામ સાહેબના નામ પરથી રોડ અને શાળા
પોલેન્ડે તેની રાજધાની વારર્સોમાં એક ચોકનું નામ જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજીના નામ પરથી રાખ્યું છે. તે 'સ્ક્વેર ઓફ ધ ગુડ મહારાજા' તરીકે ઓળખાય છે. એટલું જ નહીં પોલેન્ડમાં જામનગરના મહારાજાના નામે એક શાળા પણ સમર્પિત કરી છે. જામનગરના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજીને મરણોપરાંત પોલેન્ડ ગણરાજ્યના કમાન્ડર 'ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેરિટ' થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડમાં શું થયું?
1939માં જ્યારે જર્મનીના સરમુખત્યાર હિટલરે સોવિયેત સંઘ સાથે મળીને પોલેન્ડ પર હુમલો કર્યો અને બીજું વિશ્વ યુદ્ધ શરૂ કર્યું ત્યારે પોલેન્ડના સૈનિકોએ 500 મહિલાઓ અને 200 જેટલા બાળકોને એક જહાજમાં બેસાડી દરિયામાં છોડી દીધા હતા. જહાજના કપ્તાનને કહેવામાં આવ્યું હતું કે તેમને કોઈપણ દેશમાં લઈ જાઓ, જે પણ દેશ તેમને આશ્રય આપશે. પછી આ જહાજ ઘણા દેશોમાં ગયું, પરંતુ કોઈએ તેમને આશ્રય આપ્યો નહીં. અંતે જહાજ ગુજરાતના જામનગરના કિનારે પહોંચ્યું ત્યાર બાદ જામનગરના તત્કાલિન મહારાજા જામ સાહેબ દિગ્વિજય સિંહે બધાને આશ્રય આપ્યો.
મહારાજાએ શરણાર્થીઓ માટે મહેલના દરવાજા ખોલી નાખ્યા
મહારાજાએ તે બધા માટે પોતાના મહેલના દરવાજા ખોલી નાખ્યા. કહેવાય છે કે 9 વર્ષ સુધી મહારાજા જામ સાહેબે પોલેન્ડના તમામ શરણાર્થીઓની સંભાળ લીધી. રાજ્યની સૈનિક શાળામાં તમામ બાળકોના શિક્ષણ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ શરણાર્થીઓમાં એક બાળક મોટો થયો અને પોલેન્ડનો પીએમ બન્યો.
આ પણ વાંચોઃ
PM Modi in Poland: 'આ યુદ્ધનો યુગ નથી, અમે શાંતિની વાત કરીએ છીએ', પોલેન્ડમાં બોલ્યા PM મોદી