PM Modi Birthday: મુખ્યમંત્રીએ રાજભવનમાં PM મોદીને પાઠવી જન્મદિવસની શુભેચ્છા, ગિફ્ટમાં આપ્યું પુસ્તક
PM Modi Birthday:કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
gujarati.abplive.com Last Updated: 17 Sep 2024 01:48 PM
બ્રેકગ્રાઉન્ડ
PM Modi Birthday: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 74મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પીએમ મોદીને તેમના જન્મદિવસ પર શુભકામનાઓ આપવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, બિહારના મુખ્યપ્રધાન નીતિશ...More
PM Modi Birthday: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 74મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પીએમ મોદીને તેમના જન્મદિવસ પર શુભકામનાઓ આપવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.બિહારના મુખ્યપ્રધાન અને જનતા દળ યુનાઈટેડ (JDU)ના પ્રમુખ નીતિશ કુમારે PM મોદીને અભિનંદન આપતાં કહ્યું કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. તેમના સ્વસ્થ અને લાંબા આયુષ્યની શુભેચ્છાઓ.કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પીએમ મોદીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા કહ્યું કે લોકપ્રિય વડાપ્રધાન મોદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, જેઓ તેમની અથાક મહેનત, સાધના અને દૂરદર્શિતાથી દેશવાસીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યા છે અને ભારતને ગૌરવ અપાવ્યું છે. તેમણે વિશ્વમાં ભારતને નવી પ્રતિષ્ઠા અપાવી છે. હું તમારા સ્વસ્થ અને લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરું છું.પીએમ મોદીના જન્મદિવસના અવસર પર ભારતીય જનતા પાર્ટી સેવા પખવાડા શરૂ કરવા જઈ રહી છે. સેવા પખવાડા અંતર્ગત શહેરો, ગામડાઓ, શેરીઓ, મોહલ્લાઓ સહિતના જાહેર સ્થળોએ સેવાકીય કાર્ય કરવામાં આવશે. આ સેવા પખવાડિયામાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામા આવ્યું
બીજી તરફ વડનગર ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં મફત નેત્ર નિદાન વિકલાંગ કેમ્પ થતાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામા આવ્યું છે. તો બીજી તરફ વડનગર ખાતે આવેલ હાટકેશ્વર મહાદેવના મંદિરે ખાસ પૂજાનું આયોજન કરાયું છે. સાથે રાતના સમય સંગીત સંધ્યાનુ પણ આયોજન કરવામા આવ્યું છે.