Modi Cabinet List: નરેન્દ્ર મોદી રવિવારે (9 જૂન)ના રોજ સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. જે રીતે નરેન્દ્ર મોદીની ચર્ચા થઈ રહી છે તે જ રીતે તેમની નવી કેબિનેટને લઈને પણ ચર્ચાનું બજાર ગરમ છે. આ વખતે મોદી 3.0 સરકારમાં કયા ચહેરાઓને સામેલ કરવામાં આવશે તે અંગે લોકો દરેક જગ્યાએ ચર્ચા કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોદીની સાથે 65 નેતાઓ મંત્રી તરીકે શપથ લઈ શકે છે.

Continues below advertisement


અહીં નોંધનીય બાબત એ છે કે આ વખતે ભાજપને બહુમતી મળી નથી અને તે એનડીએના સહયોગીઓના બળ પર ત્રીજી વખત સરકાર બનાવી રહી છે. આવી સ્થિતિમાં એનડીએના સાથી પક્ષોને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવી રહ્યું છે. આ જ કારણ છે કે આ વખતે કેબિનેટમાંથી ભાજપના કેટલાક મોટા નેતાઓને હટાવવા જઈ રહ્યા છે, જેમાં સ્મૃતિ ઈરાનીથી લઈને રાજીવ ચંદ્રશેખર જેવા નેતાઓના નામ છે.આવી સ્થિતિમાં આવો જાણીએ એવા નેતાઓ વિશે જેમને મોદી કેબિનેટમાં સ્થાન મળવાનું નથી.


કયા નેતાઓને કેબિનેટમાં સ્થાન નહીં મળે?


મોદી સરકારના બીજા કાર્યકાળમાં સ્મૃતિ ઈરાનીથી લઈને રાજીવ ચંદ્રશેખર જેવા નેતાઓને મહત્વપૂર્ણ મંત્રાલયોની જવાબદારી સોંપવામાં આવી હતી. એ જ રીતે અનુરાગ ઠાકુર પણ રમતગમત મંત્રાલય સંભાળતા હતા. જો કે, હવે કુલ 20 નેતાઓ મોદી 3.0માં સામેલ કરવામાં નહી આવે, કારણ કે પીએમ આવાસ પર સંભવિત મંત્રીઓની બેઠક યોજવામાં આવી છે, જેમાં આ નેતાઓ પહોંચ્યા નથી. જેના પરથી સ્પષ્ટ થઈ ગયું કે આ વખતે તેમને મોદી કેબિનેટમાં સામેલ કરવામાં આવશે નહીં.


જે નેતાઓને કેબિનેટમાં સામેલ કરવામાં આવશે નહીં. તેમાં સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુર, રાજીવ ચંદ્રશેખર, અજય મિશ્રા ટેની, જનરલ વીકે સિંહ, અશ્વિની ચૌબે અને નારાયણ રાણેના નામ સામેલ છે. એ જ રીતે અજય ભટ્ટ, સાધ્વી નિરંજન જ્યોતિ, મીનાક્ષી લેખી, રાજકુમાર રંજન સિંહ, આરકે સિંહ, અર્જુન મુંડા, નિશીથ પ્રામાણિક, સુભાષ સરકાર, જોન બાર્લા, ભારતી પંવાર, રાવસાહેબ દાનવે, કપિલ પાટીલ, નારાયણ રાણે અને ભાગવત કરાડને પણ કેબિનેટનમાં કોઈ સ્થાન મળ્યું નથી.


કેબિનેટમાંથી ગેરહાજર રહેલા કેટલાક નેતાઓની ટિકિટ કાપવામાં આવી હતી અને કેટલાક ચૂંટણી હારી ગયા હતા.


જો કે, આમાંના કેટલાક નેતાઓ એવા છે જેમને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે કેટલાકને આ વખતે ભાજપ દ્વારા લોકસભાની ટિકિટ પણ આપવામાં આવી નથી. આ સિવાય કેટલાક એવા નેતાઓ છે જેમને ટિકિટ મળી અને ચૂંટણી જીતી પણ ગયા, પરંતુ તેમને કેબિનેટથી દૂર રાખવામાં આવ્યા છે.


વિજેતા નેતાઓ: અજય ભટ્ટ, અનુરાગ ઠાકુર અને નારાયણ રાણે એવા નેતાઓ છે જેમણે પોતપોતાની બેઠકો જંગી મતોથી જીતી છે. આ પછી પણ તેમને કેબિનેટમાં રાખવામાં આવ્યા નથી.


હારેલા નેતાઓઃ સાધ્વી નિરંજન, આરકે સિંહ, અર્જુન મુંડા, સ્મૃતિ ઈરાની, રાજીવ ચંદ્રશેખર, નિશીથ પ્રામાણિક, અજય મિશ્રા ટેની, સુભાષ સરકાર, ભારતી પંવાર, રાવ સાહેબ દાનવે અને કપિલ પાટીલ આ વખતે ચૂંટણી હારી ગયા.


ટિકિટ કપાઈ:  મીનાક્ષી લેખી, રાજકુમાર રંજન સિંહ, જનરલ વીકે સિંહ, જોન બાર્લા અને અશ્વિની ચૌબેને આ વખતે ટિકિટ આપવામાં આવી નથી.