નવી દિલ્લી: કશ્મીરની હાલત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સર્વપક્ષીય બેઠક કરશે. બેઠકમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ સહિત વિવિધ રાજકિય દળોના નેતા હાજર રહેશે. હેઠક આજે બપોરે 12 પછી સંસદ ભવનમાં શરૂ થશે. બેઠકમાં રાજ્યની સ્થિતિ અંગે વિભિન્ન પક્ષો સાથે વિસ્તારથી ચર્ચા કરશે.


કશ્મીરમાં પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ કશ્મીર મોકલવા અંગે આજની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. કશ્મીરની હાલત સામાન્ય બનાવવા માટે હવે શપં કરવું તે અંગે પક્ષોના સૂચન પર ચર્ચા કરી આગળની રણનીતિ બનાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કશ્મીરમાં 8 જુલાઈના રોજ આતંકવાદી બુરહાન વાની એન્કાઉંટરમાં ઠાર મરાયા બાદ હિંસા સળગી ઉઠી હતી. જે બાદ ત્યાં તણાવગ્રસ્ત માહોલ છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 50થી વધારે વ્યક્તિઓની મોત થઈ છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાટીમાં છેલ્લા 36 દિવસથી કર્ફ્યૂ લાગેલો છે.

આ અંગે સંસદમાં પણ મુદ્દો ઉઠ્યો હતો અને ચર્ચા થઈ હતી.