નવી દિલ્લી: આજે એટલે કે શુક્રવારે સંસદના ચોમાસુ સત્રનો છેલ્લો દિવસ છે. સંસદનું ચોમાસુ સત્ર 18 જુલાઈએ શરૂ થયું હતું. આ સત્રમાં સંસદમાં જીએસટી જેવા મહત્વના બિલને પાસ કરવામાં આવ્યું.
રાજ્યસભામાં પાસ થયા પછી મેટરનીટીબેનીફિટ બિલને લોકસભામાં પાસ કરવામાં આવશે. આ બિલમાં મેટરનીટી લિવને 12 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયા કરવાની જોગવાઈ છે.
સંસદીય કાર્યમંત્રી અનંત કુમાર આજે મોનસૂન સત્ર પૂર્ણ થયા બાદ સત્રમાં થયેલા કામ અંગે એક પત્રકાર પરિષદ સંબોધશે.