મુંબઈ: છેલ્લા એક મહિનાથી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ચાલી રહેલા રાજકારણનો અંત આવ્યો છે. મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીએ અજીત પવાર સાથે મળીને સરકાર બનાવી લીધી છે. ભાજપના દેવેન્દ્ર ફડણવીસે ફરી એકવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જ્યારે એનસીપીના પ્રમુખ શરદ પવારના ભત્રીજા અજીત પવારે રાજ્યના ઉપ-મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. બન્ને નેતાઓએ આજે સવારે 8 વાગે રાજ્યપાલ કોશિયારીએ શપથ લેવડાવ્યા હતાં. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ટ્વિટ કરી બંને નેતાઓને શુભેચ્છા પાઠવી છે.




પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ટ્વિટ કરતા કહ્યું, આશા છે કે મહારાષ્ટ્રના સારા ભવિષ્ય માટે કામ કરશે.

સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, NCP છોડીને અજીત પવારે ભાજપનો હાથ પકડી લીધો છે. એનસીપીના ઘણાં નેતાઓ ભાજપ સાથે છે. આ ઉપરાંત ભાજપે દાવો કર્યો છે કે, અમે વિધાનસભાના ફ્લોર પર ભાજપ અને અજીત પવાર સાથે મળીને બહુમત સાબિત કરીશું.