નવી દિલ્હીઃ દેશમાં કૃષિ બિલ પર વિપક્ષ સતત વિરોધ કરી રહ્યું છે એવામાં વડાપ્રધાન મોદીએ આ બિલ પર વાતત કરી હતી. તેમણે કહ્યું કે કેટલાક લોકો ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ કૃષિ બિલ લાવવામાં આવ્યું છે તે ખેડૂતોના હિતમાં છે અને તેમના માટે રક્ષા કવચનું કામ કરશે. ખેડૂતો તેમના પાકને યોગ્ય કિંમત માટે ચિંતિત હોવાનું કોઇ કારણ નથી.

વડાપ્રધાને કહ્યું કે, એમએસપી મારફતે ખેડૂતોને તેમના પાકને યોગ્ય કિંમત મળતી રહેશે. આ બિલમાં ખેડૂતોને લાભ જ લાભ છે. જે લોકો ચૂંટણીઓમાં ખેડૂતોની મોટી મોટી વાતો કરે છે આજે તે ભાજપ કરી રહ્યું છે તો આ લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે.

વડાપ્રધાને કહ્યું કે, એમએસપીને લઇને પાર્ટીઓ મોટી મોટી વાતો કરી પરંતુ તેમણે કરેલા વચનો ફક્ત ભાજપ સરકાર પુરા કરી રહી છે. અમારી સરકાર ખેડૂતોને એમએસપી મારફતે તેમના પાકને યોગ્ય કિંમત અપાવવા કટીબદ્ધ છે. ખેડૂતો માટે રક્ષાકવચનું કામ કરશે આ બિલ. આ મારફતે ખેડૂતોએ વચેટીયાઓ પર નિર્ભર રહેવાની કોઇ જરૂર નહી રહે અને તે પોતાનો પાક બજારમાં વેચી શકશે. જે એપીએમસી એક્ટને લઇને આ લોકો રાજનીતિ કરી રહ્યા છે અને એગ્રીકલ્ચર સંસાધનોને લાગુ કરવાની વાત કરી રહ્યા છે તે આટલા વર્ષોમાં લાગુ કરી શક્યા નહી અને આજે ભાજપની સરકાર તે કામ કરી રહી છે તો આ લોકો વ્યાકુળ બની રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ બિલનો વિરોધ કરનારા વચેટીયાઓ સાથે છે અને ખેડૂતોને તેમનું હિત સમજાવવા નથી માંગતા. વચેટીયાઓ મારફતે નફો કમાવનારાઓને ખેડૂતોના ફાયદાની ચિંતા નથી.


કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ