નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. અને કહ્યું હતું કે," જે ખુદ ભ્રષ્ટાચારી છે તે ભ્રષ્ટચાર દૂર કરવાની વાત કરી દેશની જનતાને ગુમરાહ કરી રહ્યા છે. કેજરીવાલે જણાવ્યું હતું કે, મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક કંપની પાસેથી 12 લાખની લાંચ લીધી હતી. બીજેપીએ આ આરોપોનું ખંડન કર્યું હતું.
કેજરીવાલે આ આરોપી દિલ્લી વિધાનસભામાં એક પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પોતાના ભાષણમાં લગાવ્યો હતો. દિલ્લી સરકારના પ્રસ્તાવમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને અનુરોધ કરવામાં આવ્યો છે કે, તે કેંદ્ર સરકારને નોટો પ્રતિબંધના કડક પગલાને જલ્દી પરત લેવાનો નિર્દેશ આપે. કેમ કે, કાળાનાણું ઠેકાણે પાડવા માટે દેખાડા માટે નોટો પર પ્રતિબંધ મુકીને દેશના લોકોને મુશ્કેલીમાં મુકવામાં આવ્યા છે.
કેજરીવાલે આરોપ લગાવતા કહ્યું હતું કે, "2013 માં આયકર વિભાગે આદિત્ય બિડલા સમૂહની ઓફિસમાં રેડ પાડી હતી. જેમાથી 25 કરોડ રૂપિયા મળી આવ્યા હતા." અધિકારીઓએ દસ્તાવેજ, ખાતાવાહી, કોમ્પ્યુટર રેકોર્ડ અને કંપનીના એક વરિષ્ઠ અધિકારીના લેપટૉપ જપ્ત કરવામાં આવ્યું હતું. જેમા એક સંદેશો હતો, ગુજરાત મુખ્યમંત્રી-25 કરોડ (12 કરોડ ચુકવાયા, શેષ?) કેજરીવાલે દાવો કર્યો હતો કે, "આ સ્પષ્ટ ઇશારો છે કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીને 12 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી.
વિધાનસભાની અંદર આપેલા નિવેદનને તેમણે ફરી પુનરાવર્તન કર્યું નહોતું. આના પર બીજેપીએ કહ્યું હતું કે, કેજરીવાલ ખોટા આરોપોની પોલ ખોલે છે. કેમ કે, તે જાણે છે કે વિધાનસભાની કાર્યવાહી દરમિયાન કોઇ પણ આરોપ લગાડવા પર કોઇ કાનૂની કાર્યવાહી ના કરી શકાય.
બીજેપી વિજેન્દર ગુપ્તાએ કેજરીવાલ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, " તેમને કાયર મુખ્યમંત્રી તરીકે યાદ રાખવામાં આવશે. તેમણે ખોટુ બોલવા માટે સદનના વિશેષાધિકારનો ઉપયોગ કર્યો છે."