નવી દિલ્લીઃ 500 અને 1000 નોટો પર પ્રતિબંધને લઇને કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે ફરી પ્રધાનમંત્રી મોદી અને કેંદ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વિજય માલ્યા અને લલિત મોદી જેવા કરોડો રૂપિયાનું કૌભાંડ કરનારને છોડીને પીએમ મોદી જનતાને હેરાન કરી રહ્યા છે.

રાહુલે કહ્યું હતું કે, તેમની પાર્ટી કાળાનાણાંની લડાઇમાં તેમની સાથે છે. પરંતુ 1000-500 ની નોટ બંધ કરવાથી જનતાને ઘણી મુશ્કેલી પડી રહી છે. મેં ખુદ બેંક પર જઇને જોયું હતું કે, લાંબી લાંબી લાઇનો લગાવીને પોતાના પૈસા લેવ માટે મજબૂર બન્યા છે. સરકારે સમજી જવું જોઇએ નોકરિયાત વર્ગ પોતાનું કામ કરશે કે, લાઇનમાં ઉભા રહેશે. સરકારે જલ્દી કોઇ વ્યવસ્થા કરવી જોઇએ અને કાળાનાણાં પર અંકુશ માટે વિજય માલ્યા જેવા ઉદ્યોગપતીને પકડવાનો પ્રયાસ કરવો જોઇએ.

રહુલે વધુમાં જણાવ્યું હતું કે, કેંદ્રની ઇચ્છા કાળાધન પર અંકુશ મુકવાની છે. તો 2000 રૂપિયાની નોટ કેમ લાવી રહી છે.? પ્રધાનમંત્રીએ આ નિર્ણય ત્રણ ચાર લોકોને સાથે લઇને લીધો છે. તેમને સમજવું જોઇએ કે, દેશ મુઠ્ઠીભર લોકોથી નથી ચાલતો, તેની અસર દેશના કરોડો લોકો પર પડી રહી છે. તેમણે પીએમ પર નિશાન સાધતા કહ્યું હતું કે, લોકો લાઇનેમાં ઉભા રહીને લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. પીએમે જવાબ આપવો જોઇએ નોટપર પ્રતિબંધની જાણ પશ્ચિમ બંગાળના બીજેપી નેતાઓને કેવી રીતે લાગી ગઇ.