Ram Mandir Dhwajarohan:સદીઓથી રાહ જોવાતી ક્ષણ આખરે ફળીભૂત થઈ ગઈ છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર હવે સંપૂર્ણ રીતે તૈયાર થઇ ગયું છે. મંગળવારે, એક શુભ મુહૂર્તમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના શિખર પર ભગવો ધ્વજ ફરકાવ્યો. વડા પ્રધાને રિમોટ કંટ્રોલનો ઉપયોગ કરીને ત્રણ કિલોગ્રામનો ધ્વજ ફરકાવ્યો. ભવ્ય સમારોહ દરમિયાન, મંદિર પરિસર "જય શ્રી રામ" ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. પીએમ મોદી સહિત સંતો અને પ્રતિષ્ઠિત મહેમાનોએ આ ક્ષણના ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા. આ અવસરે પીએમ મોદીએ પ્રારંભિક સંબોધન કરતા આ ઘડીને સપનાને સાકાર કરતી અમુલ્ય ક્ષણ ગણાવી.
આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
રામ મંદિર પર ધ્વજ ફરકાવ્યા પછી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, "આજે, સમગ્ર વિશ્વ ભગવાન રામની દિવ્ય હાજરી અનુભવી રહ્યું છે. ભગવાન રામના દરેક ભક્તના હૃદયમાં સંતોષ અને અપાર દિવ્ય આનંદની ભાવના રૂપે બિરાજિત છે. તેમણે કહ્યું, "સદીઓના દુઃખનો આજે અંત આવી રહ્યો છે. સદીઓના સંકલ્પ સાકાર થઈ રહ્યા છે. ધ્વજ ફરકાવ્યા પછી પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ધર્મ ધ્વજ આપણને શ્રી રામના દૂરથી દર્શન કરવાની તક આપશે. તેમણે ઉમેર્યું કે સદીઓ જૂના ઘા રૂઝાઈ રહ્યા છે. 25 નવેમ્બરનો ઐતિહાસિક દિવસ આપણા વારસામાં ગૌરવની બીજી એક અદ્ભુત ક્ષણ લાવે છે. આ ધ્વજ સત્યના વિજયનું પ્રતીક છે.પીએ મોદીએ આ અવસરે કહ્યું કે, સદીઓના સંકલ્પની આ સિદ્ધિ છે. સદીઓના આ સપનાને સાકાર થવાની આ દિવ્ય ક્ષણ છે
આ કાર્યક્રમ માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની શુભ પંચમીના રોજ, શ્રી રામ અને સીતાના અભિજિત મુહૂર્ત ( વિવાહ પંચમી) દરમિયાન યોજાયો હતો. ભગવો ધ્વજ 22 ફૂટ લાંબો અને 11 ફૂટ પહોળો છે. તેમાં અંકિત તેજસ્વી સૂર્ય ભગવાન રામના તેજ અને બહાદુરીનું પ્રતીક છે. તેમાં કોવિદાર વૃક્ષની છબી છે તેમજ આ સાથે "ઓમ" લખેલું છે. ધ્વજનો કેસરિયા રંગ બલિદાન અને ભક્તિનું પ્રતીક છે. તે ત્રિકોણાકાર આકારનો છે.
સંતો અને ભક્તોએ તેને ઐતિહાસિક ક્ષણ ગણાવી છે. 25 નવેમ્બરના રોજ ધ્વજવંદન સમારોહની તૈયારીઓ એક મહિનાથી ચાલી રહી હતી. આજે રામ મંદિરના નિર્માણ સંપૂર્ણ કાર્ય પૂર્ણ થતાં આખું અયોધ્યા શહેર આધ્યાત્મિક ઉત્સાહ અને ભક્તિમાં ડૂબી ગયું છે.. સંતો અને ભક્તોએ તેને ઐતિહાસિક ક્ષણ ગણાવીને મંદિર સંકુલ અને આસપાસના વિસ્તારોમાં વિશેષ પ્રાર્થના પૂજા કરી હતી.
આ ક્ષણ તીવ્ર તપસ્યા પછી આવી છે: સ્વામી નરોત્તમંદ ગિરી
સવાર થતાં જ ભક્તો શેરીઓ, ઘાટો અને મંદિરોમાં ભેગા થવા લાગ્યા હતા રાયબરેલીના દાલમાઉથી આવેલા સ્વામી નરોત્તમંદ ગિરીએ કહ્યું, "આજનો ખૂબ જ ભાગ્યશાળી નો દિવસ છે. આ ક્ષણ તીવ્ર તપસ્યા પછી આવી છે, અને ધ્વજારોહણમાં ભાગ લેવો મારા માટે એક મહાન સૌભાગ્ય છે."
95 વર્ષીય સંત દેવેન્દ્રનંદ ગિરી ભાવુક દેખાતા હતા
95 વર્ષીય સંત દેવેન્દ્રનંદ ગિરી, જેઓ રામ મંદિર ચળવળના પ્રારંભિક તબક્કામાં સામેલ હતા, ભાવુક દેખાતા હતા. તેમણે કહ્યું કે, તેમણે ક્યારેય તેમના જીવનમાં આ દિવસ જોવાની અપેક્ષા નહોતી રાખી. "આ ઉંમરે મંદિરનું નિર્માણ પૂર્ણ થતું જોઈને મને અપાર આનંદ થાય છે."