દરમિયાન અનેક રાજ્યોએ કેન્દ્ર પાસે મેડિકલ કિટ અને આર્થિક મદદની માંગ કરી હતી. સાથે અનેક રાજ્યોએ કેન્દ્ર સરકારે પૂછ્યું હતું કે, લોકડાઉન ક્યાં સુધી લાગુ રહેશે. વડાપ્રધાન મોદી પાસે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 2500 કરોડ રૂપિયાની મદદ માંગી હતી. આ સાથે 50 હજાર કરોડ઼ રૂપિયાની બાકી રકમ આપવાની પણ માંગ કરી હતી. પંજાબે કેન્દ્ર સરકારને બે લાખ મેટ્રિક ટન ઘઉ રાખવાની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી.
આ સાથે રાજ્યોએ વડાપ્રધાન મોદીને કહ્યુ કે, આ વખતે લોકડાઉનના કારણે આવકમાં ઘટાડો થશે જેનું વળતર કેન્દ્ર સરકારે આપવું જોઇએ. વડાપ્રધાન મોદીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ સ્કીમને પોતાના રાજ્યમાં લાગુ કરવા મુખ્યમંત્રીઓને અપીલ કરી હતી. જેથી ગરીબોને તેમના ખાતામાં પૈસા અને રાશન મળી જશે.