અમેઠીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેઠીમાં રવિવારે એક જાહેર સભા સંબોધી હતી. તેમણે અહીંયા રૂપિયા 540 કરોડની યોજનાઓનું ખાતમુહૂર્ત કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં મંચ પર ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય કપડા મંત્રી સ્મૃતિ ઇરાની ઉપસ્થિત રહ્યાં હતા. વડાપ્રધાન મોદીના ભાષણ પહેલાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે મોદી છે તે શક્ય છે.


વડાપ્રધાને ત્રણ વાર ભારત માતા કી જયનો નારો બોલાવ્યો હતો. તેમણે પરાક્રમી ભારત માટે, પરાક્રમી ભારત માતા માટે, પરાક્રમી ભારતના વિર જવાનો માટે ભારત માતાની જયના નારા બોલાવ્યા હતા. વડાપ્રધાને કહ્યું, “જય રામ જી કી.. આપ સબન લોગો કે હાલ ચાલ કૈસેન હે.. વર્ષ 2014ની ચૂંટણી પહેલાં અમે કહ્યું હતું કે સૌનો સાથ સૌનો વિકાસ, અમેઠી તેનું ઉત્તમ ઉદાહરણ છે. સૌનો સાથ સૌનો વિકાસ એટલે જે અમને વોટ આપે તે પણ અમારા છે, જે અમને વોટ નથી તે પણ અમારા છે. પાંચ વર્ષ પછી હું અમેઠી નાગરિકો સામે ગૌરવ સાથે કહી શકું છું. સ્મૃતિ ઇરાની ઉમેદવાર તરીકે તમારી વચ્ચે આવી હતી.તમે ખૂબ જ આશિર્વાદ આપ્યા. તમે એટલો પ્રેમ આપ્યો, સ્મૃતિએ એટલી મહેનત કરી કે જીતેલાઓ કરી કામ કરી બતાવ્યું છે.”


વધુમાં વડાપ્રધાને જણાવ્યું,“ હું અમેઠીને નવી ઓળખ આપે તેવી યોજના શરૂ કરવા જઈ રહ્યું છે. અમેઠીમાં વિશ્વના સૌથી આધુનિક હથિયારો અમેઠીમાં બનશે AK 203 રાઇફલોથી આતંકવાદીઓ અને નક્સલીઓ સાથે થનારી અથડામણમાં આપણા સૈનિકોને ચોક્કસપણે મદદ મળશે.”


પીએમ મોદીએ વધુમાં જણાવ્યું “ અમારી સરકારે પાછલા 4.5 વર્ષમાં 2.30 લાખથી વધુ બુલેટપ્રૂફ જેકેટોના ઑર્ડર આપવામાં આવ્યુા હું કોંગ્રેસને પૂછવા માંગું છું જવાનોની સુરક્ષા માટે પહેલાં કેમ બુલેટપ્રૂફ જેકેટ ન ખરીદાયા. અમુક લોકો દરેક ગામે ગામે જઈને ભાષણ આપે છે, મેડ ઇન ઉજ્જૈન, મેડ ઇન જૈસલમેર, મેડ ઇન બરોડા, પણ આ મોદી છે, હું વટથી કહું છું કે અહીં બનનારી રાઇફલ મેડ ઇન અમેઠીના નામથી ઓળખાશે.