વાંચોઃ 800 કિલોની ભગવદ ગીતાના વિમોચનમાં જતાં પહેલા મોદીએ કરી મેટ્રોમાં મુસાફરી, લોકોએ સેલ્ફી લેવા કરી પડાપડી
ઇસ્કોનની ગીતા આરાધના ઇવેન્ટમાં બોલતાં પીએમ મોદીએ કહ્યું કે, આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે. આજે મને દિવ્ય ગ્રંથ ગીતાના ભવ્ય રૂપને રાષ્ટ્રને સમર્પિત કરવાનો મોકો મળ્યો છે. આ અવસર મારા માટે ખાસ છે, કારણકે બે દાયકા પહેલા અટલજીએ આ મંદિર પરિસરનો શિલાન્યાસ કર્યો હતો. શ્રીમદ ભગવદ્ ગીતા ભારતની વિશ્વને સૌથી મોટી ભેટ છે. ગીતા ધર્મગ્રંથ છે તો જીવન ગ્રંથ પણ છે. આ ગ્રંથ વિશ્વના નેતાઓથી લઇ સામાન્ય માનવી સુધી તમામને લોકહિતમાં કર્મ કરવાનો માર્ગ બતાવે છે.
જો તમે વિદ્યાર્થી હો કે કોઈ દેશના વડા હો અથવા મોક્ષની કામના રાખતા યોગી હો, તમારા દરેક પ્રશ્નના જવાબ ગીતામાં મળી જશે. ગીતા હજારો વર્ષોથી પ્રાસંગિક અને સમગ્ર વિશ્વની ધરોહર છે. તેમાં દરેક પ્રશ્નના જવાબ સમાયેલા છે. માનવતાના દુશ્મનોથી ધરતીને બચાવવા માટે પ્રભુ શક્તિ અમારી સાથે હંમેશા રહે છે. આ સંદેશ અમે પૂરી પ્રામાણિકતા સાથે દુષ્ટ આત્માઓ, અસુરોને આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
પુલવામાનો બદલોઃ જુઓ ભારતીય વાયુ સેનાના મિરાજ વિમાનોએ કેવી રીતે આતંકી ઠેકાણા ફૂંકી માર્યા? Exclusive વીડિયો
પુલવામાનો બદલોઃ જાણો ભારતીય વાયુસેનાએ કેવી રીતે અને ક્યારે કરી કાર્યવાહી? જુઓ વીડિયો