નવી દિલ્હી: પુલવામા હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરી હતી. મંગળવારે વહેલી સવારે LoC પર જૈશના ઠેકાણા પર 1,000 કિલોના બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. આ એર સ્ટ્રાઈક 21 મિનિટ ચાલી હતી અને તેમાં 200થી 300 આતંકીઓને ઠાર થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ હુમલાથી ઘણાં આતંકીઓના ઠેકાણા અને લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાયુસેનાએ મંગળવારે સવારે 3.30 વાગે આ સ્ટ્રાઈક કરી હતી. આ ઓપરેશનમાં 12 મિરાજ લડાકૂ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વાંચોઃ વાયુસેનાની કાર્યવાહીને ભાજપ-કોંગ્રેસના નેતાઓએ બિરદાવી, જાણો કોણે શું કહ્યું?

પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોની શહીદીનો બદલો લેવા પર આજે પૂરા દેશમાં ખુશીની લહેર છે. શહીદોના ગામમાં જય હિંદ, ભારત માતા કી જયના નારા લાગી રહ્યા છે. દેવરિયાના શહીદ સીઆરપીએફ જવાન વિજય કુમાર મૌર્યના ગામ અને પરિવારમાં ખુશીની લહેર ફરી વળી હતી. શહીદના પિતા અને પત્નીએ કહ્યું કે, ભારતની કાર્યવાહીથી અમે ખુશ છીએ પરંતુ આતંક ફેલાવનારાને જડમૂળમાંથી સાફ કરી દેવા જોઈએ.

વાંચોઃ પુલવામાનો બદલોઃ 21 મિનીટ સુધી બૉમ્બમારો કરી વાયુસેનાએ 350 આતંકવાદીઓને ઠાર માર્યા

શહીદ વિજયના પિતા રામાયણ મૌર્ય અને ભાઈ અશોક મૌર્યએ કહ્યું કે, ભારતે જે કાર્યવાહી કરી છે તેનાથી અમે ખુશ છીએ. આતંક ફેલાવતા દેશો સામે આ પ્રકારની કાર્યવાહી થવાથી દેશમાં પણ ખુશીનો માહોલ છે. શહીદની પત્ની વિજયલક્ષ્મી મૌર્યએ કહ્યું કે, ભારત સરકારે પાકિસ્તાન સામે જે કાર્યવાહી કરી છે તેની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે. સરકારે આટલેથી જ ન અટકવું જોઈએ, પાકિસ્તાન અને આતંક ફેલાવનારા લોકોને સણસણતો જવાબ આપવો જોઈએ.

ભારતે લીધો પુલવામા હુમલાનો બદલોઃ POKમાં જઈ વાયુસેનાએ આતંકી ઠેકાણા બોમ્બથી ઉડાવી દીધા, જુઓ વીડિયો


પુલવામાનો બદલોઃ જુઓ ભારતીય વાયુ સેનાના મિરાજ વિમાનોએ કેવી રીતે આતંકી ઠેકાણા ફૂંકી માર્યા? Exclusive વીડિયો